Chhota Udepur
ભારજ નદી પરના બંધ કરાયેલા પુલના બદલે વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયુ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભારજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા વાહનો મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર, વનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં.૫૬ ઉપર પસાર થઈ શકશે.
છોટાઉદેપુર, જેતપુર પાવી તરફથી આવતા ભારે વાહનો જેતપુર પાવી, વનકુટીર થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી હાઈવે ઉપર પસાર થઈ શકશે.
આ જાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર,વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે. આ જાહેરનામાં દરમિયાન જ સપાટી સુધારાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તા.૨૯/૦૭/૨૦૨૩ થી તા.૧૦/૦૮/૨૦૨૩ સુધી આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.