Connect with us

Surat

સુરતના આર્ટિસ્ટે બનાવી 24 કેરેટ ગોલ્ડની પરતની અનોખી રાખડી

Published

on

An artist from Surat made a unique 24 carat gold return rakhi

સુનિલ ગાંજાવાલા

સુરતના એક આર્ટિસ્ટ 100થી પણ વધુ વર્ષ ચાલે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે જે પૂજાની વસ્તુઓ વાપરવામાં આવતી હોય તે તમામ વસ્તુઓથી રાખડી તૈયાર કરી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ રાખડીમાં રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ સહિત અન્ય વસ્તુઓનો વપરાશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત માત્ર ડિઝાઇન કરવા માટે વાપરવામાં આવી છે.રક્ષાબંધનનો પર્વ એટલે ભાઈના હાથ પર બહેનનું સુરક્ષા કવચ સમાન સૌથી અનોખી રાખડી પસંદ કરવામાં આવતી હોય છે. સુરતના આર્ટિસ્ટ આયુષી દેસાઈએ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરી પોતાની કલાકારીને લઈ આકર્ષણ ઉભું કર્યું છે. આ આનોખી રાખડીની ખાસિયત છે કે આ રાખડીમાં પૂજા સામગ્રીમાં વાપરવામાં આવતા અંદર રુદ્રાક્ષ મોરપંખ ભસ્મ, ચંદન, ધાન્ય મોરપંખ તુલસી અનેક એવી વસ્તુઓનો વપરાશ કરવામાં આવ્યો છે. આ રાખડી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. અન્ય રાખડીઓ કરતા આ રાખડી રક્ષાબંધન પછી ભાઇ પેન્ડલ, બ્રેસલેટ અથવા તો કિચન તરીકે પણ વાપરી શકે છે.આર્ટિસ્ટ આયુષી દેસાઈએ જણાવ્યું હતું, કસ્ટમાઈઝ રાખડીઓ તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જેની પાછળનું કારણ છે કે બહેન દર વર્ષે પોતાના ભાઈને કંઈક અનોખી રાખડી બાંધવા ઈચ્છે છે. ખાસ કેમિકલની અંદર આ પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે ડિઝાઇન મુજબ અને ઓર્ડર મુજબ મૂકવામાં આવે છે. એક રાખડી બનાવવામાં બે થી ત્રણ દિવસ લાગે છે ઓર્ડર પ્રમાણે જો કોઈને રુદ્રાક્ષ અને ચોખાની અથવા તો અન્ય કહી શકાય તેવા મોર પંખ અથવા તો તુલસીની રાખડી જોઈએ તો તે જ પ્રમાણે અમે રાખડી બનાવી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે એ છે કે આ રાખડી વર્ષો સુધી ચાલે છે જેનો ઉપયોગ અન્ય વસ્તુ તરીકે પણ ભાઈ કરી શકે છે જે યાદગાર રહેશે.

Advertisement

An artist from Surat made a unique 24 carat gold return rakhi

વધુમા તેણે જણાવ્યુ હતુ કે, આ રાખડીની અંદર ગોલ્ડ પરતથી ડિઝાઇન કરવામાં આવી છે જે રાખડીને સાઈન આપે છે. કારણ કે હિન્દુ ધર્મમાં સોનાને પણ પવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર તહેવારમાં તેનું મિશ્રણ થાય તો રાખડી તમામ રીતે વધુ સુંદર લાગવા લાગે છે. રાખડી ની કિંમત 70 થી સો રૂપિયા છે. ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ગુજરાતીઓ રહે છે અથવા તો જ્યાં સ્ટોર છે ત્યાં હું ઓર્ડર પ્રમાણે તેમને આ રાખડી મોકલું છું કુરિયર થકી તેમને આ રાખડી મોકલવામાં આવતી હોય છે. ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવામાં આવે છે.આયુષીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આવી અનોખી રાખડી બનાવું છું. વિદેશમાં આવેલા જનરલ સ્ટોરના સંચાલકો આવી રાખડીનો ઓર્ડર આપતા હોય છે. આ વર્ષે 120 જેટલી રાખડીઓ મોકલવામાં આવી ચૂકી છે. ટૂંક સમયમાં વધુ 80 રાખડીઓ મોકલવામાં આવશે. જેમ ઓર્ડર આવે તેમ કુરિયરથી રાખડીઓ મોકલું છું. એક રાખડી ની કિંમત 70 થી 100 રૂપિયા જેટલી હોય છે જેથી સારી કસ્ટમાઇઝ રાખડી સસ્તા ભાવે વિદેશમાં લોકોને મળી જાય છે. મોટાભાગે આવી રાખડીયો ગુજરાતી સમાજના લોકો વધારે પસંદ કરતા હોય છે.

Advertisement
error: Content is protected !!