Mahisagar
ગુજરાતની ચંબલ ગણાતી પાપી જગ્યાએ આશ્રમ બન્યુ આજે પુણ્યની ગંગોત્રી વહેછે
પ્રતિનિધી :- લક્ષ્મણ રાઠવા ઘોઘંબા
મહિસાગર જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં ગૌશાળા,વિસામો, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ,લશ્કરી ફિઝિકલ ટ્રેનિંગ, વન્ય પ્રાણીઓ માટે પાણી ના હવાડા, જીવન કૌશલ્ય તાલીમ સેન્ટર, વિધવા ગરીબ અને આદિવાસીઓના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કપડા વિતરણ, ખેડૂતોને પ્રાકૃતિક તાલીમ,પર્યાવરણ જન જાગૃતિ અભિયાન ચલાવતી મહીસાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ…
મહિસાગર જિલ્લાના રણજીતપુરા બસ સ્ટેશન લુણાવાડા મોડાસા હાઈવે બાપા સીતારામ ની મઢૂલી ઓમકારેશ્વર આશ્રમ ખાનપુર જીલ્લો મહીસાગર ખાતે એક સંસ્થા આવેલી છે.ત્યાં એક શિવજીનું બહુ પૌરાણિક મંદિર આવેલ છે અહીં જંગલ અને ગોઝારી જગ્યા હોવાથી આ જગ્યાએ એકાંત નો લાભ લઈને ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થી ધમધમતું રહેતું હતું,અહીં લગભગ દસેક વ્યક્તિઓના મર્ડરો આ જગ્યા ઉપર કરીને મૂકી ગયેલા છે જેની નોંધ પોલીસના એફઆઈઆર માં થયેલી જોવા મળે છે ,આ જગ્યા માણસનો કતલ કરવાની હોય કે મારીને ફેંકી દેવાની હોય અથવા તો મારવાની હોય ચોરી કરવાની હોય લૂંટફાટ કરવાની હોય બેન બેટી ની ઈજ્જત લુટવાની હોય તો આ જગ્યાનો ઉપયોગ કરીને ઘટનાઓને અંજામ આપતા હતા. આજુબાજુના ગામડાઓના લોકો આ ભયાનક જગ્યાથી ભયથી કાપતા ધ્રુજી ઉઠતા હતા . આ અંગે વારંવાર સમાજના નેતાઓ આગેવાનો જાગૃત નાગરિકો પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવતો ન હતો આ અંગે સંસ્થાએ પણ પોતાનો વ્યક્તિગત રસ લઈ આ સમસ્યાનો ઉકેલ આવે તે હેતુથી ચોક્કસ મનોમંથન કરીને સંસ્થા પણ આ સમસ્યાના સમાધાન માટે તેનાથી બને એટલા શક્ય પ્રયત્નો કરી શકે છે એ આશયના ભાગરૂપે સૌથી પહેલા તેમણે વન્ય પ્રાણીઓ માટે પાણીના હવાડા બનાવી, વર્ષોથી પડી રહેતા હવડ મંદિર બે ટાઈમ દીવો અગરબત્તી અને આરતી થાય અને કોઈ માણસ પૂજારી રહે સાફ સફાઈ રાખે આજુબાજુ લોકોને જતા પાણી પીવડાવે બેસે અને આશરો આપે એવી વ્યવસ્થા થઈ શરૂઆત કરવામાં આવી.
એક દિવસ એવો આવ્યો કે જંગલમાં ગાયોને પગ અને મોં બાંધીને આઠ ગાયોને પીકઅપ ડાલા વાળો નાખી ગયેલો આ ગાયોને આશરો આપવા માટે મંદિરે લાવીને ગૌશાળા ની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી સેવા કરનાર કોઈ હતું નહીં અને ગૌશાળા ને તકલીફ હતી એટલે ત્યાંથી દસેક ગાય લઈ આવ્યા અને એક નાની ગૌશાળા ચાલુ કરી ગાયોની સેવા ચાલુ કરી નજીક જંગલમાં બસ સ્ટેન્ડ હોવાથી અંદરના ગામડા ના વિદ્યાર્થીઓ બહેનો દીકરીઓ નાના વિદ્યાર્થીઓ ધીમે ધીમે નિર્ભયતાથી ભણવા જવા માટે તૈયાર થઈ ગયા આ પ્રેરણાથી સંસ્થા ની સેવાના સંઘર્ષ ચાલુ રહ્યો. આજુબાજુના સજ્જનો પ્રેરણા અને પ્રોત્સાહન આપતા ગયા સંસ્થા પાસે પૈસાની ખૂબ જ આર્થિક તંગી હતી, કોઈ ભૌતિક સુવિધાઓ હતી નહી. આવા સમયના રફતાર સાથે સેવાના મૂળભૂત સિદ્ધાંતો સાથે સેવા યજ્ઞ ચાલુ રાખ્યો ત્યાર પછી ભાદરવી પૂનમે ચાલતા ચાલતા પગપાળા યાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરી જ્યાં આરામ કરે નાઈ ધોઈ જમવાની વ્યવસ્થા ચા-પાણી બધી જ સુવિધાઓ ચાલુ કરી .
ધીમે ધીમે મિત્રો અને સ્વજનોસહયોગ આપતા ગયા સેવા યજ્ઞ ચાલુ રહ્યો ત્યાર પછી શિક્ષણમાં વર્તમાન યુગ પ્રમાણે આજુબાજુના વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું સેન્ટર ચાલુ કર્યું તેમાં પોલીસ આર્મી લશ્કરી અડધો લશ્કરી ની શારીરિક તેમજ માનસિક કસોટીઓની તાલીમ ચાલુ કરી મેદાની કસોટીઓ ની પણ છગનતાથી કોચિંગ કાર્ય શરૂ કર્યું વિધવા ના બાળકો ગરીબ અને આદિવાસીજરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કપડા ચોપડા તેમજ શૈક્ષણિક કીટ ને મદદ કરવી જીવન કૌશલ્ય ની તાલીમ આપવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગાયથી ઘરની આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિ પર્યાવરણ સ્થિતિ અને જમીને સ્વસ્થતા પરિવારની સ્વાસ્થ્ય જેવી તાલીમ શિબીરો કરવી મહિલાઓને આજીવિકા મળી રહે તેની તાલીમ સેન્ટર પૂરું કરવું મહિલાઓને આજીવિકા મળે વિધવા આર્થિક સામાજિક શૈક્ષણિક વિકસિત થાય મૂળ પ્રવાહમાં માઈગ્રેશન થાય એવા વાસ્તવિક અને નક્કર પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે .મૂળતઃ સેવાના મૂળભૂત સિદ્ધાંતો સ્વજનો મિત્રો સજ્જનો દાતાઓ બુદ્ધિજીવીઓ ના સહયોગથી આ સેવા યજ્ઞ આ સંસ્થા કરી રહી છે જો કોઈને જોડાવું હોય મદદ કરવી હોય તો નિયમોને આધીન આવકાર્ય છે.
ગૌશાળા, વિસામો, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ, લશ્કરી ફિઝિકલ ટ્રેનિંગ, વન્ય પ્રાણીઓ માટે પાણી ના હવાડા, જીવન કૌશલ્ય તાલીમ સેન્ટર, વિધવા ગરીબ અને આદિવાસીઓના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કપડા વિતરણ, ખેડૂતોને પ્રાકૃતિક તાલીમ,પર્યાવરણ જન જાગૃતિ,ચાલાવે છે..
*ભવિષ્યમાં કરવા માગતા સંસ્થાના કાર્યો
(૧.)ગૌશાળા ની ભૌતિક અંતરિક્ષ સુવિધાઓ મજબૂત કરી ગૌશાળાને સ્વાલંબન બનાવી વિધવાઓ અને જરૂરિયાતમંદ બહેનોને તાલીમ આપીને રોજગારી પૂરી કરવી.
(૨.) વિધવા, ગરીબ, આદિવાસી અને જરૂરિયાત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિનામૂલ્ય રહેવા જમવા સાથે તાલીમ આપવી .
(૩.) વન્ય અબોલા પશુ પક્ષીઓ જંગલના પાણીના હવાડા 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
(૪.) મહિલા સશક્તિકરણ માટે આજીવન ઉત્પાદનને તાલીમ સેન્ટર ચાલુ કરવું.
(૫.) તાલુકા કક્ષાએ રમતવીરો અને પ્રશિક્ષણ આપી તૈયાર કરવા.
(૬.) પર્યાવરણ જનજાગૃતિ માટે ઓર્ગેનિક ખેતી નર્સરી અને વર્મેશ કમ્પોસ્ટ ના ખાતર તૈયાર કરવું.
(૭.)ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે નિશાળથી લઈને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષા સુધી વિધ્યાર્થીઓ ને તાલીમ આપવી.
*આ ટ્રસ્ટ નાં મુખ્ય હોદેદાર એવા સ્થાપક પ્રમુખ પર્વતભાઈ અરજણભાઈ માલીવાડ તથા મંત્રી ખાટ ભીખાભાઈ પુનાભાઈ જણાવે છે કે મહીસાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દેગામડા તેઓએ રણજીતપુરા અને લીંબડીયા ના જંગલ ની આજુબાજુ ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે જંગલના અબોલા પ્રાણીઓ જંગલના પક્ષીઓ આજુબાજુના નિરાધાર પશુઓ અને માણસ માટે પીવાના પાણીને સેવા બારેમાસ પૂરી પાડે છે સંસ્થા જાહેર અપીલ કરે છે જો કોઈ આવી સેવાઓમાં સહભાગી થવું હોય અને સેવાનો વિસ્તાર કરવા માગતા હો આ સંસ્થા પીવાને પાણીની પરબો, પશુ પક્ષીઓ માટેના કુંડાઓ, વન્ય પ્રાણીઓ માટે જંગલમાં હવાડા, ગૌશાળા માટે પીવાના પાણીની વ્યવસ્થા, જીવન કૌશલ્ય માટે તાલીમ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓને પહોંચી વળવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની કોચિંગ વ્યવસ્થા પ્રાકૃતિક શિબીરો અને મહિલા સશક્તિકરણ તિરંગા અને સ્પર્શની ભાવના બાળકોમાં ખીલે એવા અનેક પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે.તો આ સંસ્થાને મદદરૂપ થવા માટે પણ અનેક સંપર્કો કરવાં માં આવે છે…