Panchmahal

માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક સેમિનાર તથા નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા “અવધ એક્સપ્રેસ”)

પંચમહાલ જિલ્લા શિક્ષણ માધ્યમિક સંઘ દ્વારા શૈક્ષણિક સેમિનાર અને નિવૃત શિક્ષકોની સેવાઓને બિરદાવી તેઓનો સન્માન કરવાનો સમારંભ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના અધ્યક્ષ પદે હાલોલ ખાતે આવેલ તુલસી વિલા લાઈફસીટી ગોધરા બાયપાસ રોડ ઉપર યોજવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી જે.એમ.પટેલ , પ્રવીણ સિંહ પરમાર તથા શૈક્ષણિક સંઘ ના હોદ્દેદારો અને સભ્યોએ હાજરી આપી હતી.

Advertisement

આ સેમિનાર માં 669 શિક્ષકોનુ રજીસ્ટ્રેશન થયું હતું તથા 35 નિવૃત શિક્ષકો નુ શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની કામગીરી ને બિરદાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ ને 2004 પછી નો પરિપત્રના આધારે સરકાર દ્વારા પેન્શન બાબતે ખાત્રી આપ્યા પછી પણ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી આ બાબતે ઉગ્ર રજૂઆત કરતાં જયદ્રથસિંહ પરમારે તેમના પ્રવર્ચન માં જણાવ્યુ હતું કે તમારા આ પ્રશ્નને અમે રાજ્ય સરકાર માં રજૂ કરીશુ તથા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિશ્વાસ પૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આની રજૂઆત રાજ્યસરકાર માં કરીશ અને પેન્શન ના પ્રશ્ન નો નિકાલ આવે તેવી રજૂઆત કરવામા આવશે તથા વડાપ્રધાન પણ આપના પ્રદેશ ના છે અને તેમણે પણ રજૂઆત કરવામાં આવશે અને તમારા પ્રશ્ન નો નિકાલ થાય તેવા પ્રયત્નો હું વિશ્વાસ પૂર્વક કરીશ અને તેનો નિકાલ આવે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે

Advertisement

Trending

Exit mobile version