Vadodara
અચીસરા ગામે રોગચાળો ફાટી નીકળ્યો ધારાસભ્ય અક્ષય પટેલે ગામની મુલાકાત લીધી
વડોદરા જિલ્લા શિનોર તાલુકાના અચીસરા ગામે રોગચાળો ફાટી નીકળતાં આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે ગામની મુલાકાત કરીને આરોગ્ય તંત્ર પાસેથી આરોગ્ય લક્ષી માહિતી મેરવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.
શિનોર તાલુકાના અચીસરા ગામમાં છેલ્લા 15 દિવસથી રોગચાળો ફાટી નીકળ્યો છે.હાલમાં ગામમાં ડેન્ગ્યુના 15 જેટલાં કેસો એક્ટિવ છે.જેને લઈ ને રોગચાળા પર કાબુ મેરવવા અચીસરા ગામે આરોગ્ય વિભાગની 4 જેટલી ટીમો કાર્યરત છે.છેલ્લા 8 દિવસથી આરોગ્ય ટીમો દ્વારા સમગ્ર ગામમાં આરોગ્ય સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ગતરોજ અચીસરા ગામે સિકલ સેલ ના કારણે એક મહિલાનું મોત નિપજતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ત્યારે આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવાએ અચીસરા ગામની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ દર્દીઓના ઘરે પહોંચી ખબર અંતર પૂછ્યા હતાં.
ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓ સાથે મુલાકાત કરી હાલ ની પરિસ્થિતિ અંગેની માહિતી મેરવી હતી.આ ઉપરાંત સિકલ સેલ ના કારણે મૃત્યુ પામેલ મહિલા ના ઘર ની મુલાકાત કરીને તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.વધુમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ગ્રામજનોને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારીઓ દર્શાવતાં લોકોમાં હર્ષ ની લાગણી પ્રસરી જવા પામી હતી.