Connect with us

Gujarat

ક્લાગુરુ રવિશંકર રાવળના ૧૩3મા જન્મોત્સવ નિમિતે ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શન.

Published

on

ગુજરાતના કલાગુરુ તરીકે  સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ રવિશંકર રાવળના ૧૩3મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૭૫થી  વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભંગિનિરાજે ગાયકવાડ અને ફાઈન આર્ટ્સના પૂર્વ ડીન અને કલા ઇતિહાસવિદ પ્રો. ડૉ. દીપક કન્નલના કરકમલો દ્વારા કરવામાં આવશે. પ્રદર્શનના ઉદ્ઘાટન પૂર્વે ડૉ. દીપક કન્નલ દ્વારા “સમકાલીન હોવું” પર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન તા ૨ થી ૧૦  ઓગસ્ટ ૨૦૨૪ સુધી બપોરના ૧૨ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી રવિવાર સિવાય કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શનને સફળ બનાવવા પૂર્વ તૈયારી રૂપે સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર,  સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ કાર્યરત છે. આ ઉપરાંત કારોબારીના સભ્યો ગાયત્રી મહેતા, મુંબઈ,  મિલન દેસાઈ અને બંસી ખત્રી, અમદાવાદ અને કૈલાશ દેસાઈ, ધર્મજ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રદર્શનનું  સંચાલન વડોદરાના શિલ્પકાર તેમજ સંસ્થાના ખજાનચી અને સંવાહક કૃષ્ણ પડિયા, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના અધ્યાપક અને ચિત્રકાર અરવિંદ સુથાર અને સર્જન આર્ટ ગેલેરીના રોશની રાણા દ્વારા થઈ રહ્યું છે.

Advertisement

૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ સ્થપાયેલ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત કલા ક્ષેત્રે કાર્યરત સંસ્થા ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના બે વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શન જે અમદાવાદ ખાતે યોજાયેલા હતાં તેમાં ખૂબ જ સફળતા મળેલ અને તેમાં વરિષ્ઠ કલાકારો થી લઈને વૈશિષ્ટિકૃત કલાકારો તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ, જેઓએ પોતાની  ઉત્તમ કલાકૃતિઓ રજુ કરી કલાચાહકોની સરાહના મેળવેલ.

ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવાનું કાર્ય કરે છે. ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવે છે.

Advertisement

રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ‘વીસમી સદી’ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક ‘કુમાર’ની સ્થાપના કરી હતી. આ ‘કુમાર’ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને  ગૌરવ અનુભવતા. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૭૫થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી વડોદરાના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ આમ જનતાને હાર્દિક આમંત્રણ છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!