Chhota Udepur
મોટીસઢલીમાં ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
“શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી”નીમતે ઠેર-ઠેર શ્રી ભગવાન ગણેશજીની મર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય ત્યારે, આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલો હોય છે,આવા ધાર્મિક તહેવારો ઉજવીને પોતાની લાગણીઓને પણ આવી ધાર્મિક આસ્થાઓ સાથે જોડતો હોય છે. ત્યારે મોટીસઢલી ગામે પણ“શ્રી બાબા ટુંડવા યુવક મંડળ”તેમજ ગામનાં અગ્રણીશ્રીઓ દ્વારા ખુબજ ધામધૂમથી અને ખૂબજ આસ્થાભેર ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શરુઆતમાં વિધિવત રીતે પૂજા- અર્ચના કરી ત્યાર બાદ “ગણપતિ બાપા મોરીયા” જેવા વિવિધ નારા સાથે વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાંનું સ્થાપન કરીને આરતી તેમજ ભજન કીર્તન કરી ઊપસ્થિત ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાંજના સમયે ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ હતું.
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર “વિક્રમ સંવતની ભાદરવા સુદ-૪”ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. દર વર્ષે બાપ્પાના ભક્તો ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જુએ છે અને તેઓ આ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવે છે.
૧૦ દિવસ સુધી સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસોમાં, લોકો ભગવાન ગણેશની સતત પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે.
આ વર્ષે ગણેશ મહોત્સવ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.ત્યારે આ ૧૦ દિવસોને ખૂબ જ ખાસ બનાવવા માટે લોકો ઘણી પ્રકારની ખરીદી કરે છે. ગણપતિની મૂર્તિ ખરીદવામાં આવે છે, ફૂલોની માળા લેવામાં આવે છે અને પૂજાની તમામ વસ્તુઓ લેવામાં આવે છે, ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં સ્થાપિત થાય છે અને ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશજીની ખૂબજ આસ્થા સાથે પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે અને તે પછી તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે.