Ahmedabad
માણસા મુકિતધામમાં સંતોના સાનિધ્યમાં માણકી ઘોડી પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું…
(અવધ એક્સપ્રેસ દ્વારા)
માણસા મુકિતધામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં માણકી ઘોડી પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું…
માણસા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો તાલુકો છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો, ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ ધારાસભ્ય જે એસ પટેલ, માણસા વગેરેની ઉપસ્થિતિમાં માં મુકિતધામ, માણસામાં માણકી ઘોડી પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનાવરણ વિજયા દશમીના રોજ કરાયું હતું. દશેરાનો દિવસ અન્યાય અને અનીતિ પર નીતિ અને ન્યાયના વિજયના દિવસ તરીકે ઉજવાય છે.
પૂજનીય સંતોએ જણાવ્યું હતું કે સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે, પરંતુ અંતે વિજય તેની જ થશે, તેથી વ્યક્તિએ ક્યારેય સત્યના માર્ગથી ભટકી ન જવું જોઈએ. તમારી અંદર રહેલી ખરાબીઓને દૂર કરીને પોતાને સારા બનાવવાનો સંદેશ આપ્યો હતો. મુકિતધામમાં લાકડાં, પાણી, બેસવા માટે સુંદર સ્વચ્છ બાકડા, વૃક્ષોની છાયા અને સંપૂર્ણ કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ, વરસાદની સીઝનમાં બેસવા માટે આરામગૃહની પણ સગવડ છે. પક્ષીઓને પાણી પીવાડાના કુંડા તેમજ વન્ય પશુઓને પાણી પીવાના હોજ બનાવવામાં આવેલ છે, જેથી અહીંયા નંદનવન બન્યું છે.
સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી માણસા મુકિતધામમાં પટેલ મંગુબેન પુરુષોત્તમદાસ (રૂપાવાળા) પરિવાર તરફથી માણકી ઘોડી પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દાન કરેલ છે.