Connect with us

Gujarat

ઓર્ગેનિક-ખેતીનું-મહત્વનું-પાસું-મધમાખી ઉછેર છે

Published

on

મધમાખી ઉછેર અને પ્રાકૃતિક ખેતી બંને ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને જીવતદાન આપે છે, મધમાખી ઉછેર કેન્ર્દમાં મધમાખીઓ ખેતરમાં ઉગતા પાકના પરાગનયન પ્રક્રિયા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને મધમાખીઓના સહેવાસથી પાકની ઉપજ વધી શકે છે. જયારે ખેતરોમાં જૈવવૈવિધ્ય જાળવવામાં પણ મદદ થાય છે.

વન બી ઓર્ગેનિક સંસ્થા મધમાખી સંવર્ધકો માટેનું એક જૂથ બનાવવા માંગે છે. જેથી પ્રાકુતિક કૃષિને પ્રોત્સાહન મળી શકે અને મધના વ્યવસાય માટે એક તક ઉભી કરી શકાય. આ સંસ્થા ગુજરાતના બાગાયત વિભાગ સાથે સંપર્કમાં રહીને કામ કરે છે અને કુદરતી મધ અને તેના સ્વાસ્થ્ય વિષયક લાભો વિશે જાગૃતિ ફેલાવી રહી છે.

Advertisement

“મધમાખી ઉછેરનો વિચાર મને 2018માં આવ્યો, કારણ કે પ્રાકૃતિક ખેતી માટે મધમાખીઓ ખુબ જરૂરી છે. તેઓ પાક માટે  પરાગનયનની પ્રક્રિયા કરે છે, જેનાથી પાકમાં વધારો થાય છે. પ્રદુષણના સમયમાં હવે પ્રાકૃતિક કૃષિ હવે જરૂરિયાત બની રહી છે અને વર્મીકમ્પોસ્ટ સાથે મધમાખીઓની માંગ વધી રહી છે. મેં મધમાખી ઉછેર પસંદ કર્યો કારણ કે કરજણમાં 40-વીઘા ખેતરમાં મધમાખીના 250 બોક્સ મુક્યા અમે શરૂઆતમાં મેલીફેરા અને બાદમાં ટ્રિગોના જેવી મધમાખીની પ્રજાતિ ઉછેરી, પરંતુ ત્યારબાદ, અમે એપીસ સેરાના ઇન્ડિકા, એક ભારતીય મધમાખીની જાત અંગે અભ્યાસ કરી તેના ઉછેર માટે પ્રયાસ શરુ કર્યો છે, આ પ્રજાતિમાં અમે અમે 30 થી 35%ના વધારે પ્રોડક્શન માટે અપેક્ષા રાખીએ છીએ અને દિવાળી સુધીમાં મધના ઉત્પાદનમાં વધારો થશે,” મધમાખી ઉછેરના નિષ્ણાત દિપેન શાહે જણાવ્યું હતું.

કરજણના ખેતરમાં મધમાખી ઉછેર કરનાર ભરતભાઈએ જણાવ્યું કે “મધમાખી ઉછેર માટે કેટલીક બાબતોની કાળજી લેવાની હોય છે. મધમાખીઓ, પરાગનયન અને બોક્સની અંદરમધમાખીઓના સંવર્ધન અંગે વધુ સાવચેત રહેવું પડે છે. દિવસની શરૂઆત મધમાખીઓ અને પરાગનયન કરે છે તેના પર નજર રાખવાથી થાય છે. ઑફ-સિઝન દરમિયાન, અમે તેમને ખાંડ ખવડાવીએ છીએ અને દિવસભર તેમના કામનું અવલોકન કરીએ છીએ. અમારે મધમાખીઓ, ઈંડાં અને પ્યુપાને જોવામાં પણ સાવચેત રહેવું પડે છે.”

Advertisement

મધમાખી ઉછેરથી મધ, મીણ અને અન્ય મધમાખી-આધારિત ઉત્પાદનો મેળવવા માટે મધમાખીઓને અને મધપૂડાને જાળવવી જરૂરી છે. વડોદરામાં રહેલ આ સંસ્થા દ્વારા ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં શુદ્ધ અને મીઠું ઓર્ગેનિક મધ પ્રોડ્યુસ કરીને તેને કાચની બોટલમાં પેક કરી સપ્લાય કરે છે. આ સંસ્થા મધના ફાયદાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને સમગ્ર ભારતમાં વેચાણ કરવા માટે મધમાખી આધારિત નવા નવા ઉત્પાદનો પણ તૈયાર કરતા રહે છે. ભારત સિવાય કેટલાક ઉત્પાદનો યુએસએ જેવા દેશોમાં પણ નિકાસ કરે છે.

વન બી ઓર્ગેનિકના પાર્ટનર જયંત કુમાર ભાને જણાવ્યું હતું કે “અમે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતમાં  મધનો સપ્લાય કરીએ છીએ. અમે મધની લગભગ 40 અલગ અલગ ફ્લેવર રજુ કરીએ છીએ, જેમાં કુદરતી અને ઇન્ફ્યુઝ્ડ બંને પ્રકારના મધનો સમાવેશ થાય છે. અમે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મધમાખી ઉછેરનારાઓને ટેકનીકલ અને અન્ય બાબતો પર માર્ગદર્શન આપીએ છીએ. બિહાર રાજ્યમાંથી માંથી અમે લીચી, જામુન, લીમડો અને વન તુલસી વગેર ફ્લેવર તૈયાર કરીએ છીએ. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાંથી, અમે મસ્ટર્ડ, અજમો, વરીયાળી અને સરગવા આધારિત કુદરતી વનસ્પતિ યુક્ત ફ્લેવરવિકસાવી છે”

Advertisement

મધ એક્સટ્રેકટ કર્યા પછીની પ્રક્રિયા પણ ખુબ રસપ્રદ છે કારણ કે મધના કુદરતી ઘટકો  જાળવી રાખવા માટે જરૂરી છે. ” મધ કાઢ્યા પછી અમે મીણ કાઢવા માટે મધને 40 થી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીએ છીએ અને નિકાસ માટે પેકેજિંગ પહેલાં આવશ્યક પોષક તત્વોને જાળવવા માટે ભેજનું સ્તર 18-19% જાળવી રાખીએ છીએ. ઉપરાંત મધ સિપિંગ સ્ટીક્સ બનાવી છે, જે યુએસએમાં નિકાસ કરવામાં આવે છે. સ્થાનિક બજારોમાં પણ વેચવામાં આવે છે, બીજું, અમારી ઈ-કોમર્સ સાઇટ દ્વારા આખા ભારતમાં અમારા બોટલ્ડ મધની ડિલિવરી કરવામાં આવે છે.”

આ મધના વ્યવસાયને વધારવા માટેના આગળ શું plan છે તે જણાવતા  જયંતભાઈ ભાણે ઉમેર્યું હતું કે મધમાખી કુદરતી ખેતી માટે જરૂરી હોવાથી, પરાગનયન સમૃદ્ધ કરવા અને મધમાખીઓને તેમનું કુદરતી વાતાવરણ પૂરું પાડવા માટે અમે ધીમે ધીમે ગુજરાત અને સમગ્ર ભારતમાં વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે અર્બન મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા, મધમાખીના ઝેર ઉપચાર, બી-હોટલનો ખ્યાલ વિકસાવવા અને ઉત્પાદનોને લોકો માટે પોસાય તેવા બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મધમાખી ઉછેર અને પ્રાકૃતિક ખેતી બંને મહત્વપૂર્ણ છે અને  ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. ખેડૂતો સાથે કામ કરીને હેલ્ધી ઇકોસિસ્ટમ બનાવી શકાય તેમ છે જેનો લાભ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય.

Advertisement

 

પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે ગુજરાતમાં મધમાખી સંવર્ધકો એકઠા થઈ જૂથ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

Advertisement

****************************

મધ સાથે જોડાયેલા વ્યવસાયમાં બહેનો જોડાઈને આર્થિક ઉપાર્જન કરી શકે છે.

Advertisement

****************************

ગુજરાત રાજ્ય બાગાયત વિભાગના સંપર્કમાં રહીને અને નેચરલ મધ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે શિક્ષિત ખેડૂત

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!