Business
શેરોના વહેંચાણ વચ્ચે HDFC એ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, તેની અસર દેખાશે શેરના ભાવ પર
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC એ પોતાના બિઝનેસને લઈને મોટો નિર્ણય લીધો છે. બેંકે સિંગાપોરમાં તેની શાખા ખોલવા માટે વિદેશી સત્તાવાળાઓને અરજી કરી છે. બેંક દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરના નબળા પરિણામોના કારણે બેંકના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.
સમાચાર એજન્સી બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે HDFC બેંકે સિંગાપોરની મોનેટરી ઓથોરિટીઝ પાસે બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે બેંકે કયા પ્રકારના બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી છે.
એચડીએફસી બેંક બિઝનેસ વિસ્તરી રહી છે
સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંક વિદેશમાં પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેના દ્વારા બેંકનું ધ્યાન વિદેશમાં હાજર ભારતીય લોકો પર રહેશે. તમને જણાવી દઈએ કે, સિંગાપોરની વસ્તી લગભગ 60 લાખ છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ રહે છે. ભારત સરકારના આંકડા અનુસાર, સિંગાપોરમાં લગભગ 6.5 લાખ ભારતીયો રહે છે.
HDFC બેંકના શેરમાં ઘટાડો
બુધવારે 8 ટકાના મોટા ઘટાડા બાદ આજે પણ શેરમાં 3 ટકાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો હતો. બેન્કના શેરમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં બેન્કનું ઓછું માર્જિન છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) 3.4 ટકા હતું. આ સિવાય શેરમાં મોટા ઘટાડાનું એક કારણ HDFC બેંક પાસેથી સારા પરિણામોની અપેક્ષા હતી.