Panchmahal

પાવાગઢ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.

Published

on

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા તારીખ ૨૦-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઇ.ટી.આઈ પાવાગઢ (હાલોલ),જૈન મંદિર નજીક મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાશે. જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન, એન.સી.એસ પોર્ટલ રજીસ્ટ્રેશન, રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન તથા રોજગારલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.


આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધોરણ ૧૦ પાસ,ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક આપવામાં આવશે.

આ ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે. રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારી ગોધરાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version