Connect with us

Gujarat

૨૫ જાન્યુ.એ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે

Published

on

An industrial employment recruitment fair will be held on 25 Jan

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ અને એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લી હાલોલનાં સયુંકત ઉપક્રમે મહિલા ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ગોધરા ખાતે યોજાશે.જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલના માધ્યમથી મહિલા ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર ભરતી મેળો તારીખ:૨૫-૦૧-૨૦૨૪ના રોજ સવારે:૧૦:૩૦ કલાકે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ગોધરા,જિ.પંચમહાલ ખાતે યોજાશે.

An industrial employment recruitment fair will be held on 25 Jan

૧૮ થી ૨૮ વય ધરાવતા,૪૫ કિલો વજન કે તેથી વધુ તેમજ ૧૫૦ સે.મી કે તેથી વધુ ઉંચાઈ ધરાવતા મહિલા ઉમેદવારો માટે ટ્રેઈની જગ્યાઓ માટે એચ.એસ.સી , આઇ.ટી.આઇ,સ્નાતક (બી.એ , બી.કોમ) લાયકાત તેમજ ધરાવતા મહિલા ઉમેદવારોને એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લી હાલોલ એકમ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા તેમજ મેડીકલ ફીટનેશ આધારિત રોજગારીની તક આપવામાં આવશે.ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો સાથે લઈને આવવા રોજગાર અધિકારીગોધરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!