Panchmahal

સનફાર્મા કંપની દ્વારા નવજાત શિશુ ની સારસંભાળ અંગે માહિતીલક્ષી કેમ્પ યોજાયો

Published

on

સનફાર્મા કંપની ના મોબાઈલ મેડિકલ યુનીટ દ્વારા હાલોલ તાલુકાના વિવિધ ગામોમાં નિઃશુલ્ક દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવે છે,તથા અનેકવિધ આરોગ્યલક્ષી કેમ્પ કરવામાં આવે છે, તેના ભાગરૂપે ૧૨ જુલાઈ ના રોજ ગંભીરપુરા ગામે નવજાત શિશુ ની સારસંભાળ અંગે માહિતી આપતો કેમ્પ યોજાયો જેમાં સ્ટાફ (ડૉ. નિરજ , નર્સ પ્રિયંકા અને શિલ્પા તથા પાયલોટ કૌશિકભાઈ) દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા ખુબ ઓછા વજન વાળા નવજાત શિશુ ની સારસંભાળ ની કાંગારૂ માતૃત્વ કેર પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી, જે ખરેખર સરાહનીય કામગીરી છે.

Trending

Exit mobile version