Panchmahal
ગોધરા ખાતે ‘સંસ્કૃતિ સાહિત્ય અને કલામીમાંસા’ વિષય પર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો
તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના વિંઝોલ ખાતે આવેલ મધ્ય ગુજરાતની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ‘સંસ્કૃતિ સાહિત્ય અને કલામીમાંસા’ વિષય ઉપર સેમિનાર સંપન્ન થયો થયો હતો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.યુનિવર્સિટીના પીએચડી વિભાગની શોધાર્થી બહેનો દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મુખ્ય વક્તા ડો.સુમનભાઈ શાહ, ડો.બાબુભાઈ સુથાર,ડો. કરુણા જોશી,ડો.અંબાદાન રોહડીયાએ અલગ અલગ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા.
આ સેમિનારમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલસચિવ ડૉ.અનિલભાઈ સોલંકીએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા. સંયોજક તરીકે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. કુમાર જેમિનિ શાસ્ત્રીએ કામગીરી કરી હતી. આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ દ્વારા પ્રકાશિત ગોવિંદ ગુરુના જીવન પર આધારિત શોધપત્રોના પુસ્તકનું વિમોચન પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિઘ કોલેજોના આચાર્યઓ, મોટી સંખ્યામાં અધ્યાપકો, પીએચડીના શોધાર્થીઓ,સર્જકો,શિક્ષકો અને સાહિત્યજગતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રોતાઓએ પોતાના શોધ પેપર પણ રજૂ કર્યાં હતાં. કાર્યક્રમનું રાષ્ટ્રગીતના ગાન સાથે સમાપન કરાયું હતું.