Vadodara
ડેસર હાઈસ્કૂલ દ્વારા પાકટીપુરા ગામે N.S.S કેમ્પ યોજાયો
તા.૧૫ થી ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરના એન.એસ.એસ. યુનિટની ખાસ શિબિર ડેસર તાલુકાના પાકટીપુરા ગામે યોજવામાં આવી હતી. આ કેમ્પમાં એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓએ ગામમાં જઈને ગ્રામ સ્વચ્છતા કરી, શોષખાડા બનાવ્યાં હતાં, સ્વચ્છતા અને આરોગ્ય વિષયક ભીંતસૂત્રો લખ્યાં હતાં. સાથે સાથે ગામનો સર્વે કર્યો. રમગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. તેમજ વ્યસનમુક્તિ અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
શાળાના ૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ સાત દિવસ શાળાએથી દૂર જઈને સેવાકીય પ્રવૃતિઓ કરવાની મજા માણી હતી. કૈક નવું, વિશેષ કાર્ય કરવાનો આનંદ અને ગૌરવ અનુભવ્યો હતો. “હું નહિ, પણ તમે.” – એન. એસ. એસ. ના સૂત્રને સાર્થક કર્યું હતું. કેમ્પના સમાપન પ્રસંગે ડેસર કેળવણી મંડળના પ્રમુખ, ડેસર અને પાકટીપુરા ગ્રામ પંચાયતના સરપંચ, પ્રાથમિક શાળાના અને ડેસર હાઈસ્કૂલના આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સમાપન પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીના નેતૃત્વમાં અઠવાડિક કેમ્પનું સફળ આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર જયેશભાઈ એસ. પ્રજાપતિએ કર્યું હતું.