Chhota Udepur
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આથા ડુંગરીના મોટી સાંકડ ખાતે ટીબી રોગના દર્દીઓ માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વર્ષ ૨૦૨૫ માં ટી.બી નાબુદી ના સ્વપ્ન ને સાકાર કરવાના હેતુ થી ટીબી રોગના દર્દીઓ ને વહેલી તકે શોધી કાઢી ઝડપથી સારવાર પર મુકી રોગમુક્ત કરવા નાં હેતુસર જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આથા ડુંગરી નાં મોટી સાંકળ ગામ ખાતે ટીબી રોગની તપાસ માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૪૦ થી વધુ કેસો માટે મફતમાં છાતી નાં એક્ષરે કાઢી ને ટીબી રોગના દર્દીઓ શોધવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ ઉપરાંત ડાયાબિટીસ ની તપાસ પણ કરવામાં આવી હતી.
આ તબક્કે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તથા મોટી સાંકળ ના સરપંચ નરસિંહ ભાઈ રાઠવા કવાંટ તાલુકા ટીબી સુપરવાઈઝર રફિકભાઇ સોની , અરવિંદ ભાઈ રાઠવા ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસર ડો.હર્ષ, સુપરવાઈઝર જયેશ ભાઈ મોચી , બાબુ ભાઈ , દીગેસ ભાઈ , સુમિત ભાઈ , અનિરુદ્ધ ભાઈ ,નિલેશ ભાઈ રાઠવા સહિત તમામ સ્ત્રી અને પુરુષ આરોગ્ય કર્મચારીઓ તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો હાજર રહ્યા હતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.