Uncategorized
સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતથી છોટાઉદેપુર પંથકમાં મનરેગા યોજનાના કામો પુનઃ ચાલુ થતા આનંદ
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૭
છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ કામોમાં મનરેગા યોજના ગ્રામ પંચાયતો અને જોબકાર્ડ ધારકો માટે આશીર્વાદ રૂપી હતી. આ યોજનાથી ગ્રામ પંચાયતોનો મોટા પાયે વિકાસ થયો હતો તેમજ આ યોજનામાં થકી રોજગારી મેળવતા હજારો જોબકાર્ડ ધારકોને રોજગારી પૂરી પાડતી આ ઉત્તમ યોજના છેલ્લા કેટલાય વર્ષોથી આ પંથકમાં બંધ હોવાના કારણે વિકાસના કામો થંભી ગયા હતા. આ સંદર્ભે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી અને સાંસદ જશુભાઈ રાઠવા એ આ બાબતને ગંભીરતાથી લઇ સરપંચોની લાગણીઓ સમજી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા મનરેગાના કામો ફરી એકવાર છોટાઉદેપુર પંથકમાં ધમધમતા થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને રોજીરોટી મળે તે માટે રોજગારીની ગેરંટી આપતી મનરેગા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાખો મંજૂરોને પોતાના ઘર આંગણે મંજૂરી મળી રહે છે. તદ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં પણ આ યોજના હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લાં કેટલાય વર્ષોથી આ યોજના બંધ કરી દેતા વિકાસના કામો તથા રોજગારી મેળવતા મજૂરો આર્થિક ભીંસમાં મુકાયા હતા.
જેતપુર પાવી તાલુકાના સટુન ગામના સક્રિય સરપંચ રણજીતસિંહ રાઠવા એ સરપંચોનું સંગઠન બનાવ્યું જેમાં વિવિધ હોદ્દા ઉપર સરપંચોની નિમણૂક કરી અને આ પ્રતિનિધિ મંડળે મનરેગા યોજના ને ચાલુ કરાવા બાબતે મંથન કર્યું અને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સાથે ડોર ટુ ડોર બેઠક કરી આ યોજના થી અસંખ્ય લાભાર્થીઓ રોજગાર વિના આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાની રજૂઆતો કરતા રાજકીય આગેવાનોએ આ બાબતને ગંભીરતા પૂર્વક લઈ મુખ્યમંત્રી, મંત્રી તેમજ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆતોના પગલે તંત્રએ ખરાઈ કરાવી
આ મુદ્દાને ગંભીરતાથી લેતા પોતાના રિપોર્ટ આપતા આ યોજના પુનઃ ચાલુ કરવામાં આવી હતી. ગરીબ વર્ગ માટે જીવાદોરી ગણાતી આ યોજના ફરીથી શરૂ થતા છોટાઉદેપુર પંથકનાં મનરેગા યોજનાના લાભાર્થીઓ તથા સરપંચોએ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી. અને તેમના વતી સરકારમાં રજૂઆતો કરનાર સાંસદ તથા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.