Dahod
ચૈત્રી નવરાત્રિ નિમિત્તે પૌરાણિક કલા મંદીર ખાતે આનંદના ગરબાનું આયોજન
ઝાલોદ ભરત ટાવર પાસે ખૂબ જૂનું અને પૌરાણિક કલા મંદીર આવેલું છે. આ મંદિરમાં કલા મંદીર સેવા ટ્રસ્ટ દ્વારા હિન્દુ ધર્મને પ્રસંગને લગતા દરેક હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. કલા મંદીર ટ્રસ્ટના સહુ લોકો ભેગા મળી આનંદ ઉત્સાહ તેમજ હળી મળીને દરેક તહેવારો નું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. આજ રોજ બપોરે 1 વાગ્યા થી સાંજના 4 વાગ્યા સુધી આનંદના ગરબાનું આયોજન કલા મંદિરનાં પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ આનંદનો ગરબો માઁ શક્તિ મહિલા મંડળ મુવાડા દ્વારા કરવામાં આવ્યો હતો.
આનંદનાં ગરબામાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, હાજર દરેક મહિલાઓ આનંદનાં ગરબામાં મગ્ન થઈ ગરબા રમતા જોવા મળતા હતા. ચૈત્ર નવરાત્રિના પાવન અવસર નિમિત્તે કલા મંદીર ટ્રસ્ટ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માઁ અંબાની આરાધના કરવા માટે મોટા પ્રમાણમાં મહિલાઓ હાજર રહી હતી. ભક્તિ અને શક્તિના પ્રતિક એવા માઁ અંબાના ભજન સાથે આનંદનાં ગરબાની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ સહુ ઉપસ્થિત મહિલાઓ દ્વારા રાસ ગરબા પણ કરવામાં આવ્યા હતા. છેલ્લે આનંદનાં ગરબાની આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.