Gandhinagar
આણંદની આયર્ન લેડી એશિયાની ટોપ ટેન મહિલા ઓમાં નામાંકીત, એર્વોડથી સમ્માનિત
રક્તદાન, દેશ સેવા , માનવ સેવા , વૃક્ષ સેવા , પ્રકૃતિ પ્રેમી તેમજ સમસ્ત જીવ સેવા નો જીવતો જાગતો પર્યાય એટલે આઝાદી પહેલા દિવાલો અંગ્રેજો ગો બેકના ભિત ચિત્રોની યાદ તાજી કરાવતા ભાદરણ ગામના વતની સેવાના ભેખધારી સામાજિક કાર્યકર્તા આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ ના સ્થાપક અલ્પાબેન પટેલ . ડો. અલ્પાબેન પટેલે ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ, વર્તમાન સમયમાં દીકરીઓને સલામતી એક સમસ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં દીકરીઓએ પોતે પોતાનો સ્વ બચાવો કેમ અને કેવી રીતે કરવો તે માટે શિબિરનું આયોજન કરવું લાઠીદાવ , તલવાર બાજી સમય અનુસાર પોતાનો સ્વ બચાવ સાથે આજની વિકટ પરિસ્થિતિમાં સમાજમાં
પોતાનું સ્થાન કેમ જાળવવું તે વિષય પર વિદ્યાર્થીની ઓને તાલીમ આપવી વગેરે સમાજ ની કોઇપણ જ્ઞાતિની પીડીત સ્ત્રીઓને મદદરૂપ,નિરાધાર વિધવા મહીલાઓને પગભર કરવા નાના મોટા ગૃહ ઉધોગ શરુ કરવા અંગે માર્ગદર્શન અને મદદરૂપ થવામા, ભિક્ષુકો પ્રત્યે પ્રેમ,આદરભાવ,સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ પર્યાવરણ બચાવ અભિયાન, 600થી વધુ બિનવારસી મૃતદેહને પોતાના હાથે અંતિમ સંસ્કાર કરવાની સરાહનીય ઉત્કૃષ્ઠ કામગીરી,માનવ સેવા, સમાજ સેવા, ગૌ સેવા, ગૌ રક્ષા, ખેડુતોને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે પ્રચાર પ્રસારની કામગીરી , ઝૂંપપટ્ટી ના બાળકો ને ભણાવવા NSS કેમ્પ ના સ્ટુડન્ટૉને રાષ્ટ્ર સેવાકીય પ્રવૃતિ અંગે માર્ગદર્શન આપવાની કામગીરી કરેલ છે.
ખરેખર માનવ સેવા,ગૌસેવા, સમાજ સેવા,અને રાષ્ટ્રસેવાકીય પ્રવૃતિ અને મહીલા સશક્તિકરણ નુ સચોટ ઉત્તમ ઉદાહરણ આ ડો. અલ્પાબેન પટેલ છે…!! તેઓની આ સેવાઓ બદલ અલગ અલગ દેશ વિદેશ ની સંસ્થા ઓ દ્વારા 305 થી વધારે એવોર્ડ અને સમ્માન પત્ર મળ્યાં છે . તથા હાલ એશીયાં ની ટોપ ટેન મહિલા માં નામાંકીત થયાં અને એર્વોડ આપી સ્મમાનીત કરાવા માં આવ્યાં
v