Surat

સરકારી પોલીસ અવાસમાં પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરાઈ, LED અને ACથી સજ્જ રૂમ

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતમાં પોલીસ પરિવારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે પોલીસ ક્વાર્ટરમાં જ આંગણવાડીની શરુઆત કરવામાં આવી છે. આ આંગણવાડીમાં ભૂલકાઓ ડીજીટલ માધ્યમથી શિક્ષણ મેળવી શકે તે માટે એલઈડી સ્ક્રીન, એસી તેમજ દીવાલ પર કલર પેઈન્ટીગ વગેરેથી આંગણવાડી અત્યાધુનિક બનાવવામાં આવી છે. આ સાથે આંગણવાડીના તમામ દિવાલ પર બાળકોને ભણવામાં ઉપયોગી રહે તે તમામ જાણકારીઓ લખવામાં આવી છે.કોઈ પણ વ્યક્તિમાં શિક્ષણ ખુબ જ મહત્વનું હોય છે. ત્યારે સુરતમાં પોલીસ પરિવારના બાળકોને ઘર નજીક જ સારું શિક્ષણ મળી રહે તે માટે પોલીસમાં ક્વાર્ટરમાં જ આંગણવાડી બનાવવામાં આવી છે. સુરતના સલાબતપુરા પોલીસ મથકની બાજુમાં આવેલા પોલીસ લાઈનના પહેલા માળે પોલીસ પરિવારના બાળકો માટે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

સુરત દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર હશે કે, કોઈ સરકારી પોલીસ આવાસમાં આંગણવાડીની શરૂઆત પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે કરવામાં આવી હોવાથી, આ આંગણવાડીની શરૂઆત સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે કરવામાં આવી હતી.અંગે સુરત શહેરના ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે, સલાબતપુરા પોલીસ મથકની બાજુમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં પોલીસકર્મીઓ રહે છે. પોલીસ પરિવારના સભ્યોની રજૂઆત હતી કે તેમના બાળકો માટે આધુનિક આંગણવાડીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, આ રજૂઆતને ધ્યાને લઈને પોલીસલાઈનમાં જ બે રૂમમાં આંગણવાડી શરુ કરવામાં આવી છે. આ આંગણવાડીમાં આધુનિક સુવિધાઓ છે, LED સ્ક્રીન, AC, દીવાલ પર કલર પેઈન્ટીગ વગેરેથી આંગણવાડી અત્યાધુનિક બનાવવામાં આવી છે. આ સાથે આંગણવાડીના તમામ દિવાલ પર બાળકોને ભણવામાં ઉપયોગી રહે તે તમામ જાણકારીઓ લખવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version