Panchmahal

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પંચમહાલ દ્વારા આંગણવાડી કાર્યકર વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજવામાં આવી.

Published

on

તા.15-16 ડીસેમ્બરે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાંથી મુખ્ય સેવિકા બહેનોને એમ ટીસ તરીકે વ્યવસાયિક સજ્જતાની તાલીમ આપવામાં આવી. તાલીમનું સંપૂર્ણ આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પંચમહાલના સિનિયર લેકચરર ઉમેશભાઈ આઈ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. તજજ્ઞ તરીકે રાઠોડ નિલેશ ખુમાનસિંહ દ્વારા નવી શિક્ષણનીતિ ને અનુરૂપ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો તેમજ ગુગલ સીટ અને ગૂગલ ફોર્મ જેવી ટેકનિકલ બાબતોની સમજ પણ આપવામાં આવી. તેમજ તજજ્ઞ તરીકે વિભાબેન પટેલ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટની થીમ આધારિત રમકડા દ્વારા શિક્ષણ ની સમજ આપવામાં આવી.

તેમજ તજજ્ઞ વિનોદભાઈ ત્રિવેદી દ્વારા અભિનય સાથે બાળગીત તેમજ આરોહ અવરોહ યુક્ત વાર્તા કથન અને મોડ્યુલના મુદ્દાઓ વિશે સમજ આપવામાં આવી. તાલીમ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના પ્રાચાર્ય બી.પી. ગઢવી દ્વારા તાલીમની મુલાકાત લઇ મુખ્ય સેવિકા બહેનોને માર્ગદર્શિત કર્યા હતા. તાલીમના અંતે બાળગીતો તેમજ રમતો રમાડવામાં આવી. આમ સમગ્ર તાલીમ ભરપૂર ઉત્સાહભેર પૂર્ણ થઈ. હવે પછીના સમયમાં આ મુખ્ય સેવિકાબેનો દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવશે. તાલીમ સમય દરમિયાન મુખ્ય સેવિકા બહેનોએ અસરકારક રીતે પોતાની ભૂમિકા રજુ કરી હતી.

Advertisement

Trending

Exit mobile version