Panchmahal
મોલ ગામમાં ધર્માતરણ કરાવવા આવેલા ઈસાઈ વિધર્મીઓ સામે રોષ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાના મોલ ગામના જામસીંગ રાઠવાએ રાજગઢ પોલીસ મથકમાં આપેલી અરજી મુજબ મોલ ગામમાં બે ઈસાઈ વિધર્મીઓ હાથમાં બાઇબલ લઈ મોલ ગામના હિન્દુ પરિવારને ધર્માંતરણ કરાવવાને ઈરાદે આવેલા અને ગરીબ પરિવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને જબરજસ્તી ધાર્મિક સૂત્રોચ્ચાર કરાવતા હોય ગ્રામજનોને આ બાબતની જાણ થતાં ગ્રામજનો ભેગા થયા હતા અને બંને ઈસમો પૂછપરછ કરતા બંને છોટાઉદેપુર થી આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમ જ આ બંને છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં અંદરખાને ધર્માતર પ્રવૃત્તિ ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું મોલ ગામના ભોળા અને અભણ પ્રજાજનોને પૈસા તેમજ અન્ય લાલચો આપી હિન્દુમાંથી ખ્રિસ્તીમાં રૂપાંતર કરતા હતા.
તેમજ અમારા મંત્રોથી પોલીસ પણ ભાગી જાય છે તેમ કહી વટલાવતા હોવાની લેખિત અરજી રાજગઢ પોલીસને આપવામાં આવી હતી ધર્માન્તર પ્રવૃત્તિની વાત ઘોઘંબા પંથકમાં ફેલાતા ઘોઘંબા તાલુકાના વિવિધ હિન્દુ સંગઠનો આગેવાનો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ધર્માતરણ કરતા બે ઇસમો સામે તાત્કાલિક પગલાં લેવા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘોઘંબા તાલુકાના માલુ પંથકમાં ધર્માતરણ થતું હોવાની લોક બૂમ મોટી ઉઠી હતી ઘોઘંબા પંથકમાં કાર્યરત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો તથા હોદ્દેદારોએ ધર્મંપરીવર્તન મુદ્દાને ગંભીરતાથી લઈ આગળની રણનીતિ ઘડવાનું નક્કી કર્યું હતું.