Uncategorized
પાવીજેતપુરના એન.એસ.એસ.યુનિટની વાર્ષિક શ્રમ શિબિર પાલિયા મુકામે સંપન્ન
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૧૩
પાવીજેતપુર તાલુકાના પાલિયા ગામમાં માં પાવીજેતપુર હાઈસ્કૂલના એન.એસ॰એસ યુનિટ દ્વારા એક વાર્ષિક શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીયા પ્રાથમિક શાળામાં શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં ગામના સરપંચ ના પ્રતિનિધિ તરીકે રોહિતભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શિબિર નો શુભઆરંભ કરવામાં આવ્યો હતો. પાવીજેતપુર હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ શાહ દ્વારા એન.એસ.એસ નું રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ સમજાવવા માં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા તેમજ તેમની શરમ અને સંકોચ દૂર કરવા અને મૂલ્ય શિક્ષણ પ્રતિપાદિત કરવા માટે આવી શિબિરનું આયોજન કરવામાં આવે છે.
આ સાપ્તાહિક શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા કરી ,રસ્તા સમારકામ કરવામાં આવ્યા. ભીત સૂત્રો દ્વારા ગામમાં જાગૃતિ લાવવા નો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હોમિયોપેથીક સર્વે રોગ નિદાન કેમ્પ માં પાવીજેતપુરના ડૉ.હિરલબેન શાહ દ્વારા ૫૩ જેટલા દર્દીઓ તપાસી દવા આપી સારવાર કરવામાં અવી હતી.પાવીજેતપુર પશુચિકિત્સાલયનાં ડૉ.પરિમલ જાદવ દ્વારા પાલીયા ગામના ૪૫ જેટલા પશુઓ ને વિવિધ બીમારી ની સારવાર કરવામાં આવી હતી.શાળા અને ગામના બાળકો માટે રમત-ગમત સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ ,ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ દ્વારા આ શિબિર ની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ શિબિરમાં કુલ ૧૨૫ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો અને શિબિરને સફળ બનાવી હતી. આચાર્ય સંજયભાઈ શાહ દ્વારા પાલિયા પ્રાથમિક શાળાના આચાર્યને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા