Panchmahal

ઘોઘંબા પંથક મા દીપડા નો આતંક વધુ એક હુમલો

Published

on

ઘોઘંબા તાલુકાના ચેલાવાડા પાસે આવેલ યુસુબ ફળિયા માં ગતરોજ બપોરના સાડા ચાર વાગ્યાના અરસામાં રાઠવા નવીનભાઈ સરતાનભાઇ ખેતરમાં ગાયો ચરાવતા હતા તે વખતે અચાનક એકાએક શિકારની શોધમાં વીજળી ગતિથી દીપડો આવી જતા બળદ પર શિકારી હુમલો કરી આંખ ના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી આ વખતે અન્ય પશુઓ પણ રક્ષણ માટે દીપડાનો સામનો કરવા માટે એક સંપ કરી સામનો કર્યો હતો પશુ માલિક તથા ગ્રામજનો ભેગા થઈ લાકડીઓ લઈ બૂમાબૂમ કરી દીપડાને સામે જતા દિપડો ગભરાઈને જંગલને અડીને આવેલી ડુંગરની ગુફામાં ભાગી ગયો હતો આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના માણસો આવીને રોજ કામ કર્યું હતું પરંતુ ચેલાવાડા વિસ્તારના નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

તેઓ દ્વારા વન વિભાગના માણસોને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડા દ્વારા અવારનવાર પશુઓનું મારણ કરવા માટે હુમલા કરે છે તો દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે તો દીપડો પાંજરે પુરાઈ જાય અને લોકો શાંતિથી પોતાનું ખેતી કામ કરે આ વિસ્તારમાં અવારનવાર દીપડાઓ દેખા દેછે અને પશુઓનું મારણ કરે છે અને મારણ કરીને જંગલ વિસ્તારમાં રવાના થઈ જાય છે અગાઉ પણ ઘોઘંબા મા દીપડા દ્વારા નાના બાળકો નો શિકાર કર્યો હતો દિવસે દિવસે દીપડા ઓનો આતંક વધતો જાય છે તો વન વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી

Advertisement

Trending

Exit mobile version