Gujarat
ભાજપ ને લાગ્યો વધુ એક ઝટકો, આ નેતાએ આપ્યું ભાજપા માંથી આપ્યું રાજીનામું
ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પર હાઈ કમાંડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજીનામાની ચર્ચા ચાલી રહી હતી. જમીન કૌભાંડમાં કથિત રીતે સંડોવણીને કારણે રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે. તેમને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પ્રવેશવાની પણ મનાઈ ફરમાવી હોવાની ચર્ચા છે.
બિનસત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષના કહેવાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત અલગ અલગ હોદ્દેદારો વિરુદ્ધ બહાર પડેલી પત્રિકા બાદ પક્ષમાં ખળભળાટ શરૂ થયો છે. પક્ષમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા એક અગ્રણી નેતા સાથે જોડાયેલા કૌભાંડો અંગે અમદાવાદ પોલીસે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતી મેળવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જેમાં અન્ય મહત્વના લોકો પણ જોડાયેલા હોવાની આશંકા છે.
રાજકીય વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, પક્ષના પૂર્વ શૈક્ષણિક અગ્રણીએ કોન્ટ્રાક્ટ ફાળવવામાં ગેરરીતી આચરી હતી જેના તાર પક્ષના અન્ય સભ્યો સાથે પણ જોડાયેલા છે આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી છે.