Dang
ગુરુ શિષ્ય પરંપરા નો અનેરો પ્રસંગ ઉજવાયો ગુરુના જન્મદિવસ નિમિત્તે બાળકોના ભોજન માટે રૂપિયા 25,000 નું દાન
દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે ગુરુનું સ્થાન સમાજમાં શ્રેષ્ઠતમ છે તે દાખલો પુરવાર કરતો પ્રસંગ ઉજવાયો.રાજપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ ના જન્મદિવસસે તેમના હાથ નીચે અભ્યાસ કરી આગળ વધેલ વિદ્યાર્થી નૈતિક પટેલે ગુરુના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી.શાળાના બાળકોને ભોજન માટે રૂપિયા 25,000 નું દાન કરી ઋણ ચૂકવ્યું.કલોલમાં જ્યારે નૈતિક પટેલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું એ સમયે વિદ્યાર્થીને હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આજે ગુરુના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી ગુરુ શિષ્ય પરંપરા ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રાજપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આગામી વર્ષ માટે 3000 નંગ નોટબુક અને ચોપડા છપાવી મોકલી આપ્યા છે. આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પણ પહેલ કરી છે કે તેમના સ્વાગતમાં બુકે નહીં પરંતુ નોટબુકથી સ્વાગત કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય જેનો દાખલો રાજપૂર પ્રાથમિક શાળાએ પૂરો પડ્યો છે.
આજરોજ શાળા ખાતે બાળકોને ભોજન કરવામાં આવ્યુ જેમાં કુલ 350 જેટલા બાળકોએ ભાગ લીધો આ પ્રસંગે પે સેન્ટરના તમામ આચાર્યઓ અને સી.આર.સી ભાઠીવાડા ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય ના અને શિક્ષકોના પ્રયત્નોથી ગામમાં વ્યસનમુક્તિ, સામાજિક પ્રસંગોમાં દ જેવા ઉત્તમ કાર્ય લોકોના સહયોગથી થયા છે.હાલ નિશાળ ફળિયામાં સંપૂર્ણ સ્વૈચ્છિક વ્યસન મુક્ત થયેલ છે. જે શાળા અને ગામ માટે ગૌરવની બાબત છે.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)