Gujarat
સચિન-લાજપોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ, જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી 22 હજાર દંડ વસૂલ્યો

સુનિલ ગાંજાવાલા
સચિન-લાજપોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ, દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી 22 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યોરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચિન-લાજપોર ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી 22 હજાર રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-2003” એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-2003”
એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉક્ટર કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સો .વ. મુકેશ શ્રીવાસ્તવ તેમજ વહિવટી અધિકારી મંગેશભાઈ ચિખલીકર, ડી.એસ.આઇ હસમુખ રાણા અને પી.આઇ આર. આર. દેસાઇ, પો.કો હરપાલસિંહ પઢિયાર પો. કો જગદીશભાઈ ચૌધરી સચિન પોલિસના સહકારથી કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથી 22 હજાર રૂપિયાનો દંડ વસુલાયો હતો.