Gujarat
ઓરવાડા ખાતે ઓરવાડા પ્રીમિયર લીગ સીઝન 2 ની શરૂઆત કરવામાં આવી.
ગોધરા તાલુકા ના ઓરવાડા ખાતે ઓરવાડા પ્રીમિયર લીગ સીઝન 2 ની શરૂઆત કરવામાં આવી.જેના કાર્યક્રમ નાં ઉદઘાટન માં ગ્રામ નાં યુવા સરપંચ પીન્ટુ ભાઈ પટેલ તથા ગામ નાં અગ્રણી વડીલો અને નિવૃત આર્મી મેન દ્વારા કરવામાં આવ્યું.જેમાં સો પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શુભ શરૂઆત થઈ.ઉપરાંત ગામ નાં યુવા સરપંચ પીન્ટુ ભાઈ પટેલ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ અને રમત ગમત ને પ્રાધાન્ય આપવા ભાર મૂક્યો છે. તેના લીધે આજનો યુવાન પોતાની ફિટનેસ અને પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે સુધારી સકે છે.
જેના ભાગ સ્વરૂપે ખેલો ઇન્ડિયા ખેલ મહાકુંભ જેવા ઘણી સ્પર્ધા નું આયોજન રાષ્ટ્રીય લેવલે થી થાય છે.તેના પ્રેરણા સ્વરૂપ આજે ઓરવાડા પ્રીમિયર લીગ સીઝન 2 ની શરૂઆત કરવામાં આવી.જેમાં ઓરવાડા ગામ એ 13000 ની વસ્તી ધરાવતું ગામ છે.જેમાં મોટા ભાગના યુવાન રમત ગમત માં રસ ધરાવે છે. આજે ગામ ની 8 ટીમો ભાગ લઈ રહી છે જેના અનુક્રમે બાબારી ઇલેવન, ભરવાડીયા ઇલેવન, રળિયાત ઇલેવન, બાગ ઇલેવન,બાબા રામદેવ ઇલેવન, નંદાપૂરા ઇલેવન, લુહાર ફળિયું ઇલેવન ,વી. સી.ઇલેવન ભાગ લીધો હતો.જેમાં તમામ ટીમ ને ગ્રામ્ય કક્ષાએ યુવા સરપંચ અને વડીલો આશીર્વાદ અને પ્રેરણા આપી હતી તમામ આયોજન ઓરવાડા ગામ ની ગોરીલા ઇલેવન દ્વારા કરવામાં આવ્યું હતું.