Connect with us

Panchmahal

પંચમહાલ જિલ્લામાં બાગાયત ખાતાની નવી સહાય યોજના માટે અરજી કરી શકાશે

Published

on

Application can be made for new assistance scheme of horticulture department in Panchmahal district

કોમ્પ્રિશન્સિવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ તથા કમલમ ફળ ( ડ્રેગન ફ્રુટ ) ના વાવેતરની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની યોજના કોમ્પ્રીહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ તથા કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાય યોજના મેળવવા માટે તા.૧૩/૦૯/૨૦૨૩ થી ૧૨/૧૦/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.

Advertisement

આ કોમ્પ્રીહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ વ્યક્તિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨ હેકટર તથા ૪ હેક્ટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨ હેકટર તથા મહત્તમ ૫૦ હેક્ટર સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે.

Application can be made for new assistance scheme of horticulture department in Panchmahal district

બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંપોસ્ટ યુનિટ, ગેપ સર્ટીફિકેશન, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકોનો પ્રોજેક્ટ સમાવેશ કરી અમલ કરવાનો રહેશે.

Advertisement

જે લાભાર્થીઓ બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, રેશનકાર્ડ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ લાભાર્થી માટે) સાથે લઈ જઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન – ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા,જિ-પંચમહાલ,સેવા સદન-૨,બીજો માળ રૂમ નં-૯-૧૩, ફોન.નં. ૦૨૭૨-૨૪૦૦૩૯ એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા આથી જણાવવામાં આવે છે.

Advertisement
error: Content is protected !!