Connect with us

Panchmahal

વર્ષ ૨૦૨૩-૨૪ માટે પંચમહાલ જિલ્લાના બાગાયતદારો માટે નવી સહાય યોજના માટે અરજી

Published

on

Application for New Assistance Scheme for Horticulturists of Panchmahal District for the year 2023-24

આંબા,જામફળ તથા કેળ વાવેતરની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

પંચમહાલ જિલ્લામા ‘’ફળપાક ઉત્પાદન વધારવાના કાર્યક્રમ” યોજના હેઠળ જીલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૮/૦૭/૨૦૨૩ થી ૧૭/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા સામાન્ય ખેડુતો,અનુસુચિત જન જાતી તથા અનુજાતીના ખેડુતોએ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી નિયત સમય મર્યાદામાં કરવા જણાવવામાં આવે છે.સદર યોજનામાં આંબા, જામફળ તથા કેળ પાકના વાવેતર માટે સહાયનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ યોજનામાં આંબા અને જામફળ માટે ખાતા દિઠ વધુમાં વધુ ૨ હેકટરની મર્યાદામાં આંબા માટે ઓછામા ઓછી ૪૦૦ કલમો પ્રતિ હેકટર માટે કલમ દિઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઈ રૂ. ૪૦૦૦૦/- હે.

Advertisement

Application for New Assistance Scheme for Horticulturists of Panchmahal District for the year 2023-24

તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાંટીગ મટેરીયલ્સ ખર્ચના ૫૦% લેખે અથવા રુ.૧૦૦૦૦/ હે. બે માથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે. જામફળ માટે કુલ ૫૫૫ કલમોના રોપા /હે. માટે કલમ દિઠ રુ.૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ રુ.૪૪૦૦૦/હે . તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોનુ વાવેતર આંતરપાક તરીકે કરવામાં આવે તો ખર્ચ ૫૦% લેખે અથવા રૂ. ૬૦૦૦/હે. બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે. કેળ પાક માટે જે ખેડુતને લાભ લેવાનો વિસ્તાર પુર્ણ થયેલ છે તેવા ખેડુતને ટીસ્યુ રોપા દિઠ રુ.૫ અથવા થયેલ ખર્ચ ધ્યાને લઈ મહત્ત્વ રુ ૧૫૦૦૦/હે. બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

ઉક્ત યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા જીલ્લાના ખેડુતોએ ઓનલાઈન અરજી કરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવાસદન -૨,બીજો માળ,રુમ નંબર ૯-૧૨, ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક ગોધરા,પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!