Gandhinagar
તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર અને તાલુકા કન્વીનરના સંયુક્ત ઉપક્રમે તાલુકા યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેવા માંગતા કલાકારોએ ૨૨ જુલાઈ સુધીમાં પોતાની અરજી ફોર્મ પહોંચાડવાનું રહેશે. આ સ્પર્ધામાં ૧૫ થી ૨૦ વર્ષ, ૨૦ થી ૨૯ વર્ષ અને ખુલ્લો વિભાગ ૧૫ થી ૨૯ વર્ષ માટે કૂલ ત્રણ વય જૂથ માટે રાખવામાં આવ્યો છે. મુખ્ય ત્રણ અલગ અલગ વિભાગ છે.
સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગ જેમાં વકૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ, શાયરી, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઈ, લોક વાર્તા, સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકગીત, સંગીત, ભજન, સમુહ ગીત અને એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવેલ છે આ માટે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાની વિગતો નીચે પ્રમાણે છે એસ એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર, મો. ૯૯૭૯૩૯૬૪૧૧, વી આર શાહ સ્કૂલ પાવી-જેતપુર, મો.૯૯૨૫૪૦૯૯૮૩ નવજીવન હાઈસ્કૂલ, બોડેલી, મો. ૯૭૨૩૩૧૮૭૯૩, એસ.બી.સોલંકી વિદ્યામંદિર, નસવાડી, મો. ૯૪૨૭૦૩૩૨૧૮, એકલવ્ય સ્કૂલ, કવાંટ, મો. ૬૩૫૫૨૯૦૨૮૬ પર જે-તે તાલુકાના સ્પર્ધકોએ સંપર્ક કરવો.