Chhota Udepur

ફટાકડાના સ્ટોલ માટેનું લાઈસન્સ મેળવવા તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા છોટાઉદેપુર, જેતપુર પાવીઅને કંવાટ તાલુકાના અરજદારોને નિયત નમૂનાનું ફોર્મ એ-ઇ-૫ રૂ.૩ની કોર્ટ સ્ટેમ્પ લગાવી ૩ નકલોમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. પુરાવા માટે સ્વપ્રમાણીત કરેલા ૨ ફોટા, આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, ભાડા ચીઠી અને માલિકનું સંપતિ પત્ર, માલિકીની જગ્યા હોય તો તેના પુરાવા, નગરપાલિકા કે ગ્રામ પંચાયતનું એનઓસી,, ફાયર સેફટી પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર, ગયા વર્ષે પરવાનો મેળવ્યો હોય તો તેની એક નકલ વગેરે દસ્તાવેજો સાથે સામેલ કરવાના રહેશે.

Advertisement

અન્ય વહીવટી સેવાઓના ફી પેટે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે, રૂ.૬૦૦/- પરવાના ફી પેટે એમ કુલ રૂ.૯૦૦/- જમા કરાવી તેનું અસલ પ્રમાણપત્ર સાથે સ્થળ પર રાખવાનું રહેશે. ફોર્મની સાથે સૂચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો અને ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલા અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોના ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેણી તમામ વિગતો આપવાની રહેશે. ઉપરોક્ત જણાવેલા તમામ પુરાવા ત્રણ નકલમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી છોટાઉદેપુર ખાતે ૧/૧૧/૨૦૨૩સુધીમાં જમા કરાવવા. આ સમય બાદ અને અધુરી વિગતો વાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

Advertisement

Trending

Exit mobile version