Chhota Udepur
“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે બાળકો માટે પેઇન્ટિંગ વર્કશોપની અરજીઓ મંગાવવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી,અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા આપણા દેશના આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની થીમ પર વિદ્યાર્થીઓ માટે પેઇન્ટિંગ વર્કશોપનું તા:-૧૭/૦૮/૨૦૨૩ થી ૨૧/૦૮/૨૦૨૩ આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપનો હેતુ બાળકો રાષ્ટ્રીય એકતા વિશે જાણે તથા બાળકોની ચિત્રકલાનું કૌશલ્ય વિકસે તથા તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે છે.
ધોરણ ૬ થી ૧૦ સુધીના ૧૦૦ વિધાર્થીઓનો વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. અરજી માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, એફ-૫ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર થી મેળવી તા.૦૫/૦૮/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાકે સુધીની કચેરીને મોકલવાની રહેશે. અરજી ફોર્મ સાથે આધારકાર્ડ અથવા જન્મના દાખલાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે.