Chhota Udepur
ખેડૂતોને માલ-સામાન ખેત પેદાશ વહન કરવા માટેના વાહન માટે અરજીઓ મંગાવવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
કિસાન પરિવહન યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માલ વાહક ઘટકની ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. આ અરજી પ્રક્રિયા તા.૪ નવેમ્બરથી લઈને એક મહિના સુધી તા.૪ ડીસેમ્બર સુધી ખુલી રાખવામાં આવશે. છોટાઉદેપુર જીલ્લાના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જીલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે આ યુઆરએલ ખોલીને અરજી કરી શકાશે. ઉપરોક્ત કચેરીની ખેતીવાડી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.