Vadodara
વડોદરા શહેરમાં હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશો અમલી
વડોદરા શહેરમાં બનતા ગુનાખોરીને અટકાવવા અને શાંતિ-સલામતીની જાળવણીના ભાગ રૂપે છરી, ચપ્પા, ખંજર, રામપુરી ચપ્પા, શસ્ત્રો, ડંડા, લાકડી, લાઠી, તલવાર, ભલા, સોટા, બંદુક, ખંજર જેવા હથિયારો લઈને ફરવા ઉપર પોલીસ કમિશ્નર દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૩ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધિત હથિયારો જાહેર જગ્યાએ લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરવાનાવાળા હથિયારો જાહેર મેળાવડા કે સરઘસમાં લઈ જવા પર અને હવામાં ફાયરીંગ કરવા પર મનાઈ ફરવામાં આવી છે. આ સિવાય સ્ફોટક પદાર્થો, પથ્થરો કે બીજા શાસ્ત્રો ફેકવાના સાધનો, સળગતી મશાલ અને કોઈ વ્યક્તિના પુતળાઓ- આકૃતિઓ સળગાવવા, ફાસી આપવી જેવા કૃત્યો જાહેરમાં કરી શકાશે નહી.
પોલીસ કમિશ્નરના હકુમતના સમગ્ર વિસ્તારમાં લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પાડવી, ગીતો ગાવાની કે વાદ્યો વગાડી શકાશે નહી. આ ઉપરાંત છટાદાર ભાષણ આપવાથી, ચાળા પડવાથી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ- વસ્તુઓ તૈયાર કરવા, સુરુચિ અથવા નીતિનો ભાગ થતો હોય અને રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવા ઉપર મનાઈ કરવામાં આવે છે.
સરકારી નોકરી કે કામગીરીમાં હોય અને આવા હથિયારો લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોય તે લોકોને ઉપરનું જાહેરનામું લાગુ પડશે નહિ.
આ હુકમનો કોઈ ભંગ કરે તો ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૧) મુજબ તે શિક્ષાને પાત્ર ઠરશે.