Gujarat

EPFO ના પેન્શનરો માટે ડોરસ્ટ્રેપ સર્વિસ ઓફ ડીજીટલ લાઈફ સર્ટિફિકેટ સમયસર અને સરળતાથી મોકલી આપવા માટેની વ્યવસ્થા

Published

on

(ડેસર)

વડોદરા પ્રવર અધિક્ષક, પશ્ચિમ પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકાર અને EPFO ના તમામ પેન્શનરો માટે ડોરસ્ટ્રેપ સર્વિસ ઓફ ડીજીટલ લાઈફ સર્ટિફિકેટ સમયસર અને સરળતાથી મોકલી આપવા માટેની વ્યવસ્થાના ભાગ રૂપે ફતેગંજ હેડ પોસ્ટ ઓફીસ તેમજ શહેરની ૧૧, તાલુકાની ૫ અને ગામડાની ૨૮૫ પોસ્ટ ઓફીસો જીવન પ્રમાણપત્ર (DLC) ની સેવા પૂરી પાડશે. તદ ઉપરાંત આ સેવા પોસ્ટમેન તેમજ બ્રાન્ચ પોસ્ટમાસ્તર દ્વારા ઘર બેઠા પણ પૂરી પાડવામાં આવશે, જેથી કરીને વયોવૃદ્ધ પેન્શન ધારકો ને પોસ્ટ ઓફિસ સુધી જવું નહિ પડે અને એકદમ નજીવા રૂપિયા ૭૦/- ના દરે ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બની જશે..

Advertisement

પોસ્ટ્ ઈન્ફો એપ્લિકેશન દ્વારા પણ પેન્શનર ઘેર બેઠા DLC માટે સર્વિસ રિકવેસ્ટ્ મોકલી શકે છે અને પોસ્ટમેન તેમના ઘરે આવીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કાઢી આપશે.ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કઢાવવા માટેની અંતિમ તારીખ ૩૦.૧૧ ૨૦૨૪ છે.

 

Advertisement

તદુપરાંત નીચે જણાવેલ પોસ્ટ્ ઓફીસમાં આધાર ને લગતી કામગીરી પોસ્ટ ઓફીસના કામગીરીના સમયમાં સેવારત કરેલ છે. જેની સર્વે જનતાએ જાણ લેવી. ફતેગંજ હેડ પોસ્ટ ઓફીસ, અલકાપુરી પોસ્ટ ઓફીસ, રેસકોસ પોસ્ટ ઓફીસ, કોયલી પોસ્ટ ઓફીસ, મોભા રોડ પોસ્ટ ઓફીસ, છાણી રોડ પોસ્ટ ઓફીસ, છાણી પોસ્ટ ઓફીસ, ફર્ટીલાઇઝર નગર પોસ્ટ ઓફીસ, જવાહર નગર પોસ્ટ્ ઓફીસ, સુભાનપુરા પોસ્ટ ઓફીસ, ઈંડસ્ત્રિયલ એસ્ટ્રેટ પોસ્ટ ઓફીસ, પાદરા પોસ્ટ ઓફીસ, મીયાગામ કરજણ પોસ્ટ્ ઓફીસ, ભાયલી પોસ્ટ ઓફીસ, રનોલી પોસ્ટ ઓફીસ, વાઘોડિયા પોસ્ટ ઓફીસ, જરોદ પોસ્ટ ઓફીસ તેમજ ડેસર પોસ્ટ ઓફીસ માં આધાર સુધારણાની સેવા ઉપલબ્ધ છે. ઉપરોક્ત કામગીરી ને લગતી ફરિયાદ માટે આપેલ નંબર પર સંપર્ક કરવો. ૦૨૬૫- ૨૭૯૪૩૫૭, ૦૨૬૫-૨૭૮૮૯૬૨

Advertisement

Trending

Exit mobile version