Surat

સુરત પાલિકાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની ધરપકડ

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ની પેટા ચૂંટણીની કવાયત વચ્ચે જ કોંગ્રેસના નેતાને પાસા થતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સરકારના ઈશારે કોંગ્રેસના નેતા સામે પાસાની કાર્યવાહીનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. આ મામલે આજે બપોરે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરી સામે ધરણા યોજશે. પાલિકાની પેટા ચૂંટણી પહેલા જ પાસાના ઓર્ડરને કારણે અનેક રાજકીય અટકળો પણ શરૂ થઈ ગઈ છે.સુરતના ભાજપ શાસકો સામે આક્રમક વિરોધ કરનારા અને વોર્ડ નંબર 20માં પ્રભુત્વ ધરનારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની ગઈકાલે મોડી રાત્રે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ધરપકડ સાથે સાયકલવાલાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું આઈ પ્રાઉડ ટુ બી કોંગ્રેસ મેન, આઈ લવ ઇન્ડિયા, ડરો મત. જો કે, સાયકલવાલાની પાસા હેઠળ અટકાયત પાલિકાની પેટા ચૂંટણીની કવાયત વચ્ચે થતાં અનેક રાજકીય અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે છેલ્લા ઘણા સમયથી એક પછી એક ફરિયાદ થઈ હતી. જેમાં સલાબતપુરા, અડાજણ વગેરે પોલીસ મથકે તેમની વિરુદ્ધ ગુના નોંધાયા હતા, જેમાં અગાઉ ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો.હવે ગઈકાલે મોડી રાત્રે તેમની પાસા હેઠળ કાર્યવાહી કરવાની સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી મેડિકલ ચેકઅપ કરીને પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યાં છે. આ મુદ્દાને કોંગ્રેસ રાજકીય મુદ્દો ગણી રહી છે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકારના ઈશારે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. તેનો અમે વિરોધ કરીશું.

Advertisement

Trending

Exit mobile version