Chhota Udepur
જેતપુરપાવી તાલુકાના મજીગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા,ગામે ગામ જઈ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને ઘર આંગણે માહિતી અને લાભ આપવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જેતપુરપાવી તાલુકાનાં મજીગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં મજીગામના સમગ્ર ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગ્રામજનો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામ લોકોને અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.
સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ ભારત સરકારનો અને વિવિધ યોજનાઓના મળેલા લાભ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમજ આં તકે સજવા દક્ષ એચ.પી ગેસ એજન્સી દ્વારા પ્રધાન મંત્રી ઉજવલા યોજના અંતર્ગત નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા જેમાં ગામ નાં સંરપચ તેમજ ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં ગામનાં સ્થાનિક અગ્રણીઓ, સરપંચ, ઉપ-સરપંચ, તલાટી મંત્રી સહિત, આગેવાનો પણ હાજર રહ્યા હતા.