Panchmahal
નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજનું ગોધરામાં આગમન

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાનું ગોધરામાં આગમન થયેલ છે.તેમની પાવન છત્રછાયામાં તા.૨૩-૦૧-૨૦૨૩ના રોજ ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન લુણાવાડા રોડ,પંચમહાલ ડેરીની નજીક વિશાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સહભાગી થઇ સંતવાણી તથા ગુરૂવચનામૃતનો લાભ લેવા તમામ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
સંત નિરંકારી મંડળ,ગોધરાના સંયોજક પ.પૂ.વિદ્યાબહેનજીએ જણાવ્યું છે કે સત્સંગ સમારોહમાં પધારનાર તમામ પ્રભુપ્રેમીઓ માટે પ્રેરણાદાયક પ્રદર્શની,ધાર્મિક પુસ્તકોનો સ્ટોલ,ચા-નાસ્તા તથા સુંદર ભોજન વ્યવસ્થા,પ્રભુદર્શન કરવા ઇચ્છતા જીજ્ઞાસુઓ માટે બ્રહ્મજ્ઞાન-કક્ષ તથા અન્ય તમામ સુખ સુવિધાઓ માટેની તૈયારીઓ સેવાદળના મહાત્માઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં વિદ્વાન સંતો આધ્યાત્મિક વિચારો,ભજન,કવિતાઓ દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરશે.