aanand

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં મહેમાન નહીં યજમાન બનવા 15 દિવસ પહેલા વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈનુ આગમન..

Published

on

* 10 હજારથી વધુ એનઆરઆઈ હરિભક્તો કામ-ધંધો છોડી સેવાદાર બન્યા.

વડતાલ ધામ ખરેખર ઉત્સવમય બની ગયું છે. રોડ-રસ્તાઓ ચોખ્ખાં-ચણાક તો જોવા મળી જ રહ્યા છે, સાથોસાથ રોશનીથી ઝગમગી રહ્યા છે ત્યારે દિવસે જ નહીં, રાત્રિના પણ સ્વામિનારાયણ…. સ્વામિનારાયણના સૂર વડતાલ પૂરતા સિમિત ન રહીને દેશ-વિદેશના ખૂણે-ખૂણે સુધી પહોંચ્યા છે એમ કહેવામાં સ્હેજપણ અતિશ્યોકિત નહીં લાગે. કેમ કે મહોત્સવનોહિસ્સો બનવા 15 દિવસ અગાઉ જ દેશના દરેક ખૂણેથી 10 હજારથી વધુ એનઆરઆઈ હરિભક્તો હાલ વડતાલના મહેમાન નહીં, યજમાન બન્યા છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા ઉપરાંત અમેરિકા, જર્મની, અબુધાબી, હોંગકોંગ, ન્યૂઝીલેન્ડ, યુકે, સિંગાપોરથી 5-6 નવેમ્બરથી જ એનઆરઆઈ ભક્તો તેમના મૂળ વતનમાં જવાને બદલે સીધા જ વડતાલ આવી પહોંચ્યા હતા. આ અંગે વાત કરતા મૂળ વડોદરાના વતની અને અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડતાલ ખાતે દ્રિ શતાબ્દી મહોત્વની ઉજવણીની તૈયારીઓ તો બે વર્ષ પહેલાંથી જ ચાલતી હતી. જેને લઈને દરેક સ્વામીએ અમેરિકાનું એક પણ શહેર, એક પણ ખૂણો બાકી રાખ્યો નથી. દિવસ-રાત તેઓએ વિચરણ કર્યું હતું અને દરેક હરિભક્તના ઘરે જઈને મહોત્સવમાં સહભાગી થવા સમજાવ્યા હતા, આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અમે પણ ખૂબ ઉત્સાહી હતા. અને એટલે જ મારી જેમ જ અનેક લોકોએ છ-આઠ મહિના પહેલાં જ ટીકિટ બુક કરાવી દઈને વતનને બદલે સીધા અહીં જ સેવા કરવા આવી પહોંચ્યા હતા. વિદેશથી આવેલા હરિભકતો ભોજન, દર્શન, ઉતારા સહિતની સેવામાં લાગી ગયા છે.મૂળ કચ્છના અને પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા દીપક રાઘવાણી મહોત્સવમાં ભાગ લેવા માટે ગત 5મી નવેમ્બરના રોજ ભારત આવી પહોંચ્યા હતા. માત્ર 15 દિવસ માટે જ અને ખાસ આ ઉત્સવના સાક્ષી બનવા જ તેઓ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ શહેરમાંથી અંદાજે 450નું ગ્રૂપ આવ્યું છે. જે અહીં એનઆરઆઈના ઉતારાની, જમવાની-સભામાં બેસવાની, મંદિર દર્શન સહિતની સેવાઓ આપી રહ્યા છે. છેલ્લાં 15 વર્ષથી હુ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાયી થયો છું. છેલ્લાં બે-અઢી વર્ષથી દ્વિ શતાબ્દી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. બસ ત્યારથી જ મન મનાવી લીધું હતું અને ભારત આવવાની તૈયારી કરી દીધી હતી. છ તારીખથી અહીં આવી ગયા છે અને લોકોની સેવા કરી રહ્યા છે. અહીં આવ્યા તેનો આનંદ કંઈક અનેરો જ છે > કેયુર કૈલેયા, લેબ ટેકનીશ્યન, ઓસ્ટ્રેલિયા. મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી અનેક હરિભક્તો પધાર્યા છે. પરંતુ આગોતરી તૈયારી છતાં પણ અમેરિકામાં રહેતા ફાર્માસિસ્ટ ગોપેશ પટેલના બે બાળકોને સ્કૂલમાં સેમિસ્ટર સિસ્ટમ અમલી હોય, સ્કૂલ સત્તાવાળાઓએ રજા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે નિરૂત્સાહ થયા વિના બંને બાળકોને મહોત્સવનો લ્હાવો મળે, સંસ્કાર મળે એ હેતુસર તેમણે તાબડતોબ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કઢાવી લીધા હતા અને સહપરિવાર સાથે વડતાલ આવી પહોંચ્યા હતા. { એનઆરઆઈ હરિ ભક્તો માટે વિશેષ સુવિધા માટે ડોમની વ્યવસ્થા કરાઇ છે..

Advertisement

Trending

Exit mobile version