Vadodara
જરોદ ના બજારોમાં દશામાંની પ્રતિમા નું આગમન

દશામાંના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જરોદ ના બજારોમાં દશામાં ની અવનવી પ્રતિમાઓ જોવા મળી રહી છે સાથે જ મૂર્તિકારો દ્વારા પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
સામાન્ય રીતે દિવાસોના દિવસથી માં દશામાં ની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે પરંતુ આ વર્ષે અધિક માસ હોવાને કારણે માંઇભક્તોમાં અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે 17 મી જુલાઈ થી દશામાં ની સ્થાપના સાથે સાથે પધરામણી કરવી કે પછી અધિક માસના પગલે 16મી ઓગસ્ટે આવી સ્થિતિ વચ્ચે હવે મૂર્તિકારો તથા દુકાનદારો દ્વારા બજારોમાં માં દશામાંની મૂર્તિઓ આવી ચૂકી છે બીજી તરફ મૂર્તિકારો દ્વારા પ્રતિમાઓને શણગારવામાં તથા કલર, વસ્ત્રપરિધાન સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે બજારમાં એક થી આઠ ફૂટ સુધીની દશામાંની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે. આ વખતે દશામાંની પ્રતિમાઓમા 20 થી 25% નો ભાવ વધારો જોવા મળશે જેની પાછળનું કારણ આપતાં વેપારીઓ એ જણાવ્યું હતું કે, કાચો માલ મૂર્તિ માટેનો મોંઘો થયો છે સાથે જ ટ્રાન્સપોર્ટેશન, રંગ, લેસપટ્ટી, ડાયમંડ,તૈયાર વાળ, આર્ટિફિશિયલ ફૂલો સહિતના ડેકોરેશન નો સામાન તથા મજૂરી ના ભાવ વધતાં તેની અસર તૈયાર મૂર્તિઓ પર જોવા મળી રહી છે.
હાલમાં અધિક માસના અસમંજસ ને કારણે બજારોમાં ઘરાકી ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ બે ત્રણ દિવસોમાં ઘરાકી નિકળવાની વેપારીઓને આશા છે