Panchmahal
હાલોલ સ્વસ્તિક કોમ્પ્લેક્ષ માં વિધ્નહર્તા ગણેશજી નું આગમન
(અવધ એક્સપ્રેસ દ્વારા)
આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ ચૂક્યો છે હાલોલ નગર માં ગણેશ મંડળો દ્વારા વિવિધ લાક્ષણિક મુદ્રા માં વિશાળ તેમજ નાના કદ ની મૂર્તિઓ મુકી સ્ટેજ ઉપર વિવિધ શણગાર કરી વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ ની સ્થાપના કરવામાં આવી રહીછે ત્યારે હાલોલ ઓડ ફળિયા માં આવેલ સ્વસ્તિક કોમ્પ્લેક્ષ માં પણ દર વર્ષની જેમ આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવિછે સ્વસ્તિક કોમ્પ્લેક્ષ માં જાણે આખુ ભારત વસેછે અલગ અલગ રાજ્ય ના લોકો એક પરિવાર બની તમામ તહેવાર એક સાથે હળીમળી ને ઉજવેછે ત્યારે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાત થી અહી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે.
કોમ્પ્લેક્ષના સંચાલક સંપત તિવારી તથા અતુલભાઈ શાહ ના નિર્દેશન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેછે આ આયોજન માં રવિ પટેલ દ્વારા મુર્તિ આપવામાં આવી હતી પ્રાચી ડેકોરેશન દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું કોમ્પલેશ ના દુકાનદારો તેમજ સ્થાનિક રહીશોએ પોતાની સિંહફાળો આપી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો