Uncategorized

કંકોત્રી વગર લગ્નમાં પહોચેલી રાંદેર પોલીસે વરરાજાને જુગાર રમતા ઝડપી પાડ્યા

Published

on

સુરતમાં રાંદેર પોલીસે વરરાજા સહીત તેના સબંધીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.હોલમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે રેડ કરી હતી.પોલીસે કુલ ૧૩ લોકોની ધરપકડ કરી ૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસે કુલ ૧૩ લોકો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.૧૩માંથી એક વ્યક્તિના આવતી કાલે લગ્ન હતા અને તેઓ હોલમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે દરોડો પાડીને વરરાજા સહીત ૧૩ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧૨ મોબાઈલ, રોકડા રૂપિયા વગેરે મળી કુલ ૨.૦૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ જુગારીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના આવતી કાલે લગ્ન હતા અને તે સબંધીઓ સાથે જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version