Chhota Udepur

કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવાના ભાગરૂપે સગર્ભા બહેનોનો તપાસ કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

કવાંટ તાલુકાના અંતરીયાળ એવા સૈડીવાસણ, મોટી કઢાઇ તથા કડીપાની, નવાલજા, પીપલદી, કનલવા, કરજ્વાંટ, મંદવાડા, ખાટીયાવાંટ, આથાડુંગરી આમ કુલ દસ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ની સગર્ભા બહેનોને છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના આર. સી. એચ.ઓ. ડૉ.એમ.ટી.છારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર , ફી.હે.સુ , મ.પ .હે. સુ, ફી.હે. વ ( fhw ), મ. પ .હે .વ (mphw ), C.H.O. તમામ આશા બેનો તથા ધીરજ હોસ્પિટલ ના સ્ત્રીરોગ નિષણાત દ્વારા સગર્ભા બહેનો ને તબીબી સેવાઓ જેવી કે સોનોગ્રાફી , લોહિની તપાસ, દવાઓ, ગાયનેક તપાસ, જરૂરી તમામ માર્ગદર્શન વગેરે નિશુલ્ક આપવામાં આવ્યું તથા સગર્ભા બહેનો ને પોતાના ગામ થી પ્રા.આ. કેન્દ્ર સુધી આવવા જવા ખીલ ખીલાટ તથા પ્રા.આ. કેન્દ્ર નું વાહન તેમજ પ્રા.આ. કેન્દ્ર થી ધીરજ હોસ્પિટલ સુધી ની લાવવા લઈ જવા માટે બસ ની વ્યવસ્થા તથા ભોજન ની વ્યવસ્થા ધીરજ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

ઉપરાંત દરેક સગર્ભા બેનો ને પૌષ્ટિક ભોજન માટે ની ANCકીટ આપવા મા આવી હતી. સદર કેમ્પો માં વારા ફરતી ૨૫ થી ૩૦ ની સંખ્યા મા અલગ અલગ ગામો ના રૂટ નંબર પ્રમાણે ૫૯૫ સગર્ભા બહેનો એ પ્રથમ તબક્કા મા લાભ લીધો હતો. જેમાં પ્રથમ તબક્કા માં નીકળેલ જોખમી સગર્ભા ને ઓછા હિમોગ્લોબિન ધરાવતાં બહેનો ને લોહી કે એફ .સી.એમ.ચડાવી કે અન્ય જોખમી કારણ હોય તો પણ ગાયનેક તબીબ ની સલાહથી જોખમી કારણ દુર કરી તેઓને ભવિષ્ય ના થનાર જોખમ થી બચાવવા નો પ્રયત્ન કરવા માં આવ્યાં હતા. આમ કેમ્પ નું સફળ આયોજન જિલ્લા તથા તાલુકા આરોગ્ય પરિવારના સંકલન નાં કારણે માતા મરણ અને બાળ મરણ અટકાયતીનાં પગલાઓ કવાંટ તાલુકામાં લેવાય રહ્યાં છે. હાલ ના તબક્કે બીજા રાઉન્ડ ની પણ કામગીરી સગર્ભા બહેનો માટે ચાલુ છે.

Advertisement

Trending

Exit mobile version