Gujarat

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચાર દિવસમાં અઘઘ છ લાખ માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

Published

on

(ગોધરા)

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે નુતન વર્ષના ચાર દિવસ દરમિયાન અઘઘ છ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેઓનું વર્ષ મંગલમય રહે તે અર્થે માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Advertisement

શક્તિપીઠ પાવાગઢ ખાતે નૂતન વર્ષમાં માતાજીના દર્શન કરવાનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. તેમાં પણ બેસતા વર્ષની સંધ્યાકાળથી ભક્તોનો ભારે પ્રવાહ પાવાગઢ તરફ અવિરત પણે આવવા માંડે છે. પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળે છે. એમાં પગપાળા યાત્રા સંઘો ના કારણે પાવાગઢને જોડતા માર્ગો પર જય માતાજીના ભારે જય ઘોષ સાંભળવા મળતા હતા દિવાળીના વેકેશનને લઈને રેકોર્ડ બ્રેક છ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેમાં ત્રીજા દિવસે બે લાખ ઉપરાંત ઉમટી પડ્યા હતા. જયારે અડધા ઉપરાંત ભક્તો મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર તેમજ અન્ય પ્રાંતોના જોવા મળતા હતા.

જ્યારે પ્રતિવર્ષ નૂતન વર્ષમાં દિવાળી વેકેશન હોય લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર આ તમામ દિવસો દરમિયાન વહેલી સવારે ૪.૦૦ કલાકે ખુલ્લા મુકવામાં આવતા હતા જોકે ભક્તો રાત્રિ દરમિયાન જ ડુંગર પર થઈને મંદિર પરિસરમાં પહોંચી જતા હતા જ્યારે નીજ મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલ્લા મુકાતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જય ઘોષ થી મંદિર પરિસર નું વાતાવરણ ભક્તિ સભર થઈ જતુ હતુ. અને ભક્તો શિસ્ત બધ  રીતે માતાજીના ચરણોમાં ધન્યતા અનુભવતા હતા. અને તેઓનું વર્ષ મંગલમય રહે તેવી  માતાજીને મનોકામના કરતા જોવા મળતા હતા

Advertisement

Trending

Exit mobile version