Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ મંદિર ગવાડાના ૪૦ મા પાટોત્સવ અંતર્ગત ગવાડા ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ૮૦ લાખના કાર્ય કરાયા

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર ગવાડાના ૪૦ મા પાટોત્સવ અંતર્ગત સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી વિશ્વમંગલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગવાડાના દાતા બળદેવભાઇ ગોબરદાસ પટેલ પરિવાર તરફથી આંગણવાડી, કન્યા શાળા, કુમાર શાળા, હાઈસ્કૂલ ગવાડાના ૮૫૦ વિધ્યાર્થીઓને ઓસવાલના ગરમ સ્વેટર બધા જ બાળકોને શિક્ષાપત્રી તથા આ બધા જ બાળકોને ફૂલડીસ ભોજન પીરસાયું હતું.

Advertisement

છેલ્લા પાંચ વર્ષથી મોતિયાના ઓપરેશન દાતા તરફથી નિ:શુલ્ક કરાવવામાં આવે છે. કન્યા શાળા ગવાડામાં બે રૂમ, મેઈન ગેટ, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, પ્રાથમિક શાળામાં મોટા બે રૂમ, લેબ, મેઈન ગેટ, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, તેમજ ૬ આંગણવાડીઓનું સંપૂર્ણ રીનોવેશન કરીને કુલ અંદાજે શૈક્ષણિક ક્ષેત્રે ૮૦ લાખના કાર્યો દાતા તરફથી કરવામાં આવ્યા છે.

સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વિધ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી આગળ પ્રગતિ કરે, વ્યસન રહિતનું જીવન જીવે તેમજ હંમેશા શિક્ષાપત્રીનો પાઠ કરે અને વડીલોને વંદન કરે. ભૂતપૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય પ્રિન્સીપલે વ્યક્તવ્ય આપ્યું હતું  અને જણાવ્યું હતું કે દાતા બળદેવભાઇ ગોબરદાસ પટેલ પરિવાર ગવાડા ગામને નંદનવન બનાવવાનું બીડું ઝડપ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. સંત શિરોમણી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી

Advertisement

 

 

Advertisement

 

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!