Vadodara
‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણીના ભાગરૂપે ડેસર તાલુકા કક્ષાની ‘યોગ તાલીમ શિબિર’ યોજાઈ ગઈ….
‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણીના ભાગરૂપે ડેસર તાલુકા કક્ષાની ‘યોગ તાલીમ શિબિર’ આજ રોજ શ્રી એમ. કે. શાહ હાઇસ્કૂલ, ડેસર માં કરવામાં આવી હતી.
ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડેસર, વરસડા અને લાલખાના CRC, શાળાના આચાર્ય, શાળાના વ્યાયામ શિક્ષકની ઉપસ્થિતિમાં ૨૧ મી જૂન, ૨૦૨૩ ના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ‘યોગ તાલીમ શિબિર’ યોજવામાં આવી હતી.
તેમાં ડેસર તાલુકાની પ્રાથમિક, માધ્યમિક શાળાના શિક્ષકો, CRC વગેરે મળીને ૭૨ જેટલા ભાઈ- બહેનોએ યોગ તાલીમ લીધી હતી. યોગ ટ્રેનર પાયલબેન મહિડા, રાહુલભાઈ ત્રિવેદી, કિશન ગોહિલ દ્વારા ૐ કાર- પ્રાર્થના, સૂક્ષ્મક્રિયાઓ, ઊભા- બેઠા- પેટના આસનો, કપાલભાતી, ધ્યાન વગેરે કરવામાં આવ્યું.
યોગ તાલીમ શિબિર વખતે સમગ્ર વાતાવરણ યોગમય થઈ ગયું હતું. યોગ શિબિરને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે સૌ અમૃતપાન કરીને છૂટાં પડ્યાં હતાં.
સ્વસ્થ શરીર….. સ્વસ્થ મન….. સુખદ જીવન….
🙏🏻