Gujarat
ઠાસરા નગરપાલિકા દ્વારા મોટા સૈયદવાડામાં બોર નું કામ શરૂ થતા ની સાથેજ બખેડો ઉભો કર્યો.

ઠાસરા સરકારી કામમાં અડચણ ઉભું કરવા બખેડો ઉભો કર્યો.
ઉપરોક્ત બાબતે જણાવવાનું કે, ‘ફિરોજખાન મજીદખાન પઠાણ’ કે જેઓ મોટા સૈયદવાડા ઠાસરામાં રહે છે. તેઓ અને તેમના સાથીઓ દ્વારા મંડળી રચી ‘અબરાર સૈયદ’ પર હુમલો કરી તેમણે માર-મારી ઇજાગ્રસ્ત કરી ઇજાઓ કરી છે. મોટા સૈયદવાડામાં પાણીની સમસ્યા હોય તેનું નિવારણ કરવા નગરપાલિકા દ્વારા નવો બોર મંજૂર કરેલ. જે તારીખ ૨૧/૧૨/૨૦૨૨ના રોજ નગરપાલિકા દ્વારા મોટા સૈયદવાડામાં બોર નાખવાનું કામ શરૂ કરેલ. જેમાં ફિરોજખાન અને તેમની મંડળી તે કામને રોકવા અને સરકારી કામમાં અડચણ ઉભું કરવા, બખેડો ઉભો કર્યો. અબરાર સૈયદ કે જેઓ સરકારી કામમાં મદદરૂપ થઈ રહ્યાં હતા. તેમના પર હુમલો કરી તેમને ઇજા કરેલ છે. અબરાર સૈયદ કે જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
‘ફિરોજખાન મજીદખાન પઠાણ’ એ એક હિસ્ટ્રીશીટર છે જે અગાઉ તડીપાર થયેલ છે અને મારા-મારી, લોકોની જગ્યા પર દબાણ કરવું અને પચાવી પાડવાના ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલ છે. ઉપરાંત, તે હાલ ચીફ ઓફિસર ઠાસરા નગરપાલિકા ને માર મારવાના કેસમાં જામીન પર મુક્ત છે. આવા ગુનાહિત માનસિકતા અને ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઇસમો સમાજ માટે જોખમ રૂપ છે અને વધુ ગુનાઓ આચરે તેમ છે.
જેથી અમો નીચે સહી કરનાર માંગ કરીએ છે કે :
ફિરોજખાન અને તેની મંડળી પર ‘અબરાર સૈયદ’ પર હુમલા કરવા બાબતે તત્કાલીન ગુનો નોંધવામાં આવે. તેમજ સરકારી કામકાજમાં અડચણ ઉભું કરી બખેડો કરવાનો ગુનો નોંધવામાં આવે.
તત્કાલીન ફિરોજખાનની જામીન રદ્દ કરી તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા…..