Chhota Udepur

ઠંડીની મોસમ શરૂ થતાં જ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ભારે આસ્થાભેર બાબા ઈંદ ની ઠેર ઠેર ઉજવણીઓ શરું .

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આદિવાસી બાહુલ્ય વિસ્તાર છોટાઉદેપુર તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઠંડી ની મોસમમાં ઠેર ઠેર બાબા ઈંદ ની ભારે આસ્થાભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે બાબા ઈંદ ની ઉજવણી દરમિયાન બાબા પિઠોરા દેવ લખાવવા જેવી વિધિ ઓ કરાવવામાં આવે છે, બાબા ઈંદ ની ઉજવણી કાર્યક્રમ ખાસ કરીને બુધવારે (ગુજરીના દાહડે) રાખવા માં આવે છે તો કેટલાક ગામોમાં રવિવારે (દીતવારના દાહડે) આ વિધિ કરાતી હોય છે.

Advertisement

અહીં નાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ નાં વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળા ના જણાવ્યા અનુસાર ઇંદ કે સમોણીયા જેવા પ્રસંગો માં ગામેગામ થી સગાં સંબંધીઓને ને નોતરું (પડીકી)આપવામાં આવે છે જેથી સગાં સંબંધીઓ ગામેગામ થી પોતાના આગવા વેશ પરિધાન કરી ને સજી ધજી ને અલગ અલગ ગ્રુપો માં ઈંદ મહાલવા આવતા હોય છે, અને સાથે સામાજિક રીતે ચાલી આવતી પરંપરા ઓ મુજબ ભેંટ લઈને આવવું અને જે ભેંટ લઈને આવ્યા હોય તે પ્રમાણે યુવતીઓ ગીતો ગાતાં ગાતાં આવવા તેવી વર્ષો જૂની પ્રણાલીઓ આજે પણ અકબંધ છે.

ઇંદ માંડવાનો હોય તેનાં નવ દિવસ અગાઉ જુવારા વાવવામાં આવે છે અને જે દિવસે ઇંદ માંડવાનો હોય તે દિવસે સવારે ગામ ના બડવા (જ્ઞાની) દ્વારા જે જગ્યાએ થી ડાળીઓ લાવવાની હોય ત્યાં જઈને ડાળીઓ નોતરવાની વિધિ કરાતી હોય છે, ત્યારબાદ સાંજે પાંચ છ વાગ્યે ડાળીઓ લેવા જવાનું હોય છે,નવ ડાળીઓ કણબાની તથા કડાની ડાળીઓ લાવવામાં આવે છે, જ્યારે પણ ડાળીઓ લેવા જાય છે ત્યારે ઢોલીયા શરણાઇ સાથે વાજતે ગાજતે ડાળીઓ લેવા જતી વખતે ગવાતાં ખાસ ગીતો ગાતાં ગાતાં જતા હોય છે, ડાળીઓ કાપતાં પહેલાં ઘરના બડવા (જ્ઞાની) દ્વારા ધરતી માતા, વનસ્પતિ તથા પ્રક્રુતિ ની ખાસ પૂજા અને જરુરી વિધિ કરીને કાપવાની મંજુરી લેવા માં આવે છે ત્યાર બાદ જ ડાળીઓ કાપવામાં આવે છે, ત્યારબાદ વાજતે ગાજતે ડાળીઓ લઈને આવ્યા બાદ જે જગ્યાએ ઈંદ માંડવાનો હોય ત્યાં લાઈન સર એક ફુટ નો ખાડો ખોદીને ડાળીઓ રોપવામાં આવે છે, ડાળીઓ ની સામે દેવો નાં પાટલા મુકીને જરૂરી સામગ્રી ઓ મુકીને પુજા કરવા માં આવે છે.

Advertisement

ડાળીઓ કરમાઇ નહીં જાય તે માટે નક્કી કરવામાં આવેલ કુંવારીયા દ્વારા લોટામાં પાણી સાથે રાખી પુરી રાત સમયાંતરે પાણી નો છંટકાવ કરાતો હોય છે, જ્યારે ડાળીઓ રોપવામાં આવી હોય તેની આસપાસ મોટલા ઢોલ તથા ઢોલિયા માંદળ અને વાંસળી ના તાલે પુરી રાત‌ હાથમાં તીર કામઠા તેમજ કડીવાળા ડીંગા સાથે કુરરરરરુઉઉઉઉઉઊઊ જેવી કિકિયારીઓ અને હબબબબબૂઊઊઉઉઊની બુમલી કરી ને નાચગાન કરી મજા લુંટતા હોય છે, આમ અહીં ના આદિવાસી ઓ દ્વારા ભારે આસ્થાભેર બાબા ઈંદ તથા બાબા પિઠોરા દેવ પૂજાય છે સાથે નાચગાન કરી એક માનસિક અને શારિરીક કસરત થકી તંદુરસ્ત અને સ્વસ્થ અને નિરોગી, સુખી જીવન પધ્ધતિ થી સકારાત્મક રીતે ઊર્જા પ્રાપ્ત કરે છે, અને ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ જતાં હોય છે.

વહેલી સવારે ગામ ના બડવા (જ્ઞાની) દ્વારા હાજરી લેવામાં આવે છે અને કરવામાં આવેલ તમામ વિધીઓ સુપેરે પાર પડી છે કે કેમ કોઈ બાધા રુકાવટ નહીં રહી ને.? તેની ખાતરી કરવા આવતી હોય છે ત્યારબાદ જરૂરી વિધિ ઓ કરી ડાળીઓ અને જવારા ને માનભેર અને આસ્થાભેર વાજતે ગાજતે ડાળીઓ ગામ નજીક પાણી ની વ્યવસ્થા હોય અને વર્ષોથી ગામ દ્વારા નક્કી કરવામાં આવેલ જગાએ વળાવવા માં આવે છે અને તે સાથે બાબા ઈંદ ની ઉજવણી કાર્યક્રમ ની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે, ત્યારબાદ આગલી સાંજે લાવવા માં આવેલ ભેંટ વગેરે ના અલગ અલગ ગામોમાંથી આવેલા લોકો દ્વારા ભોજન બનાવવામાં આવે છે અને સૌ સાથે મળી ને ખાઈ ને છુટ્ટા પડે છે.

Advertisement

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અલીરાજપુર (મધ્યપ્રદેશ) ના ભીલાલા આદિવાસી ઓ તથા છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસી ઓ એક જ કુળ ગોત્ર નાં હોય જેથી આવાં પ્રસંગે સામ સામે નોતરું દેવા આવતું હોય છે.

સમોણીયા,જુવારીયો ઈંદ,કરુળીયો ઈંદ,ગામ ગાંદરીયો (ગામ સાઈ) ઈંદ, વિજાટયો ઈંદ, માંડવાનો કાર્યક્રમ ખાસ કરીને પોષ મહિના તથા ત્યારબાદ છેલ્લે વૈશાખ મહિનામાં કરતા હોય છે, આમ ઇંદ અને સમોણીયા, પાણગાં જેવી વીધીઓ માટે વર્ષોથી ચાલી આવતા સમયગાળામાં જ ઉજવાય છે.

Advertisement

Trending

Exit mobile version