Gujarat

ગરમીની સીઝન શરુ થતાંજ લીંબુના ભાવમાં ભડકો : ગ્રાહકોના દાંત ખાટા

Published

on

ગરમીની સીઝનની શરૂઆતના દિવસોમાં જ અતિ આવશ્યક એવા લીંબુના ભાવમાં એકાએક વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાયુ જોકે માનવ જીવન માટે અતિ આવશ્યક એવી મોટાભાગની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે અને એમાં લીંબુના ભાવ વધારાનો ઉમેરો થયો આ ભાવ વધારાએ ખરેખર અચ્છે દિન નો અહેસાસ યાદ કરાવ્યો છે દૂધ ઘી તથા દૂધમાંથી બનતી અન્ય સામગ્રીઓ ઘઉં, ચોખા, તુવેર દાળ, કઠોળ, સુક્કા મસાલા, તેલ, પાઇપલાઇન થી મળતો ગેસ ગેસના બોટલ, લાઈટ બિલ, આ તમામ વસ્તુઓનો ઉપયોગ મોટેભાગે રસોડામાં થાય છે

પરિણામે મહિલાઓને ઘર વપરાશ માટે મળતી રકમમાં વધારો કરવો પડ્યો છે અથવા તો રસોડામાં વપરાતી ચીજ વસ્તુઓના વપરાશને મર્યાદામાં વાપરવો પડે છે અને મર્યાદામાં ઉપયોગ કરે તો રસોઈના સ્વાદમાં ફેર પડે છે પરિણામે જમવા બેસતા પરિવારના સભ્યો ના મોઢા બગડે છે જેને લઈને મહિલાઓની હાલત સેન્ડવીચ જેવી થાય છે લીંબુની વાત કરીએ તો લીંબુ શિયાળાની સિઝનમાં 70 રૂપિયા કે 80 kg મળતા હતા તેનો ભાવ આજે છૂટક બજારમાં 120 રૂપિયા એક કિલોના થતા 40% નો વધારો થયો છે

Advertisement

ગરમીના દિવસોમાં લીંબુનું સેવન અનેક રીતે થાય છે તથા ઘણી બધી વાનગીઓમાં ખટાશ માટે કે સ્વાદ માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવેછે પરંતુ 40 થી 50% જેટલો એકા એક ભાવમાં વધારો થતા મહિલાઓ કુદરતી લીંબુના રસને બદલે લીંબુના ફૂલનો ઉપયોગ કરવા માટે મજબૂર બની છે પરંતુ કુદરતી લીંબુના રસમાંથી જે સ્વાદ મળે તે સ્વાદ લીંબુના ફૂલમાંથી મળતો નથી ટૂંકમાં સરકાર અને કૃષિ વિભાગની હોલસેલ બજારમાં કોઈ જ લગામ નથી અને વેપારીઓ બેફામ બનીને આમ જનતાના ખિસ્સા ખંખેરે છે ચૂંટણીના દિવસોમાં આપવામાં આવતા વચનો અને હૈયાધારના હવામાં ઉડીને અદ્રશ્ય થઈ જાય છે અને છેલ્લે ગરીબ અને મધ્યમ વર્ગને શોષાવાનો સમય આવે છે

  • 70 કે 80 રૂપિયા મળતા લીંબુનો ભાવ હાલમાં 120 રૂપિયા કિલો છે
  • સરકાર અને કૃષિ વિભાગની હોલસેલ બજારમાં કોઈ જ લગામ નથી અને વેપારીઓ બેફામ બનીને આમ જનતાના ખિસ્સા ખંખેરે છે
  • મહિલાઓની હાલત સેન્ડવિચ જેવી
  • લીંબુ ના બદલે લીંબુ ના ફૂલ નો ઉપયોગ કરવા મજબૂર

Trending

Exit mobile version